India vs Pakistan ની થઈ શકે છે ફરી ટક્કર, જાણો ક્યાં અને ક્યારે થશે મુકાબલો?
ભારતે એશિયા કપના સુપર ફોર મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા લગભગ નિશ્ચિત કરી લીધી છે.
Advertisement
- India vs Pakistan ની મેચ હજી પણ છે શક્ય
- જો પાકિસ્તાન બંને મેચ જીતી જાય તો મેચ શક્ય
- ભારત ફાઈનલમાં પહોંચવાથી એક જીત દૂર
- અત્યાર સુધી ભારતે પાકિસ્તાન સામેની બંને મેચ જીતી લીધી
India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એટલે કરોડો ક્રિકેટ ચાહકો માટે એક ઉત્સવ. એશિયા કપ 2025ના સુપર ફોર મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં બીજી વાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવાની દિશામાં મજબૂત કદમ માંડ્યા છે. હવે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારતને માત્ર એક વધુ જીતની જરૂર છે.

