Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

India vs South Africa : સુપર-8માં આફ્રિકાની ગર્જના! 187 રન બનાવ્યા બાદ ભારતને 111 માં રોકી મેચ કબજે કરી

india vs south africa   સુપર 8માં આફ્રિકાની ગર્જના  187 રન બનાવ્યા બાદ ભારતને 111 માં રોકી મેચ કબજે કરી
Advertisement

India vs South Africa : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે એક એવા ઐતિહાસિક મુકાબલાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જેની પ્રતિક્ષા કરોડો ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે. અજેય રહેલી બે શક્તિશાળી ટીમો જ્યારે સુપર-8માં આમને-સામને હોય અને પિચનો મિજાજ પણ ભેદી હોય, ત્યારે મેદાન પર જે ખેલાશે તે માત્ર મેચ નહીં પણ વર્ચસ્વની લડાઈ હશે. શું ભારત તેનો વિજયી રથ આગળ ધપાવશે કે  સાઉથ આફ્રિકાની થશે જીત?

ભારતીય ટીમ (પ્લેઈંગ ઈલેવન): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

Advertisement

સાઉથ આફ્રિકાની ટીમ (પ્લેઈંગ ઈલેવન): એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાનસેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કગિસો રબાડા અને લુંગી એનગિડી.

Advertisement

14 ઓવરના અંતે ભારતનો સ્કોર 86

February 22, 2026 10:14 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ રોમાંચક મુકાબલામાં 14મી ઓવરના અંતે ભારતની સ્થિતિ અત્યંત પડકારજનક જણાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ૧૪ ઓવરના અંતે 5 વિકેટના નુકસાન પર 86 રન બનાવ્યા છે. હાલમાં હાર્દિક પંડ્યા 16 બોલમાં 18 રન (1 સિક્સર) અને શિવમ દુબે 17 બોલમાં 18 રન (1 ચોગ્ગો) બનાવી ક્રીઝ પર સંઘર્ષ કરી રહ્યા છે, અને બંને વચ્ચે 35 રનની ભાગીદારી નોંધાઈ છે. ભારતનો વર્તમાન રન રેટ 6.14 છે, પરંતુ જીતવા માટે હવે 36 બોલમાં 102 રનની જરૂર હોવાથી રિક્વાયર્ડ રન રેટ ઉછળીને 17 પર પહોંચી ગયો છે.

10મી ઓવરના અંતે ભારતનું નબળુ પ્રદર્શન

February 22, 2026 9:55 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં 10 ઓવરના અંતે ભારતની સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ રહી છે, કારણ કે ટીમે માત્ર 57 રનમાં પોતાની 5 મહત્વની વિકેટો ગુમાવી દીધી છે. કોર્બિન બોશની આ ઓવરમાં ભારતે કેપ્ટન સૂર્યકુમાર યાદવની મોટી વિકેટ ગુમાવી, જે 18 રન બનાવી આઉટ થયો હતો. હાલમાં હાર્દિક પંડ્યા 4 બોલમાં 3 રન અને શિવમ દુબે 5 બોલમાં 6 રન બનાવી ક્રીઝ પર હાજર છે, અને બંને વચ્ચે માત્ર 6 રનની ભાગીદારી થઈ છે. ભારતનો વર્તમાન રન રેટ 5.7 છે, જ્યારે જીતવા માટે હવે 60 બોલમાં 131 રનની જરૂર હોવાથી જરૂરી રન રેટ (RRR) ઉછળીને 13.1 પર પહોંચી ગયો છે. આ પડકારજનક સ્થિતિને જોતા દક્ષિણ આફ્રિકાની જીતની સંભાવના હવે 99% થઈ ગઈ છે, જ્યારે ભારતની જીતની આશા માત્ર 1% જ દેખાઈ રહી છે.

અભિષેક શર્મા પણ આઉટ

February 22, 2026 9:28 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં 5મી ઓવરના અંતે ભારતની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. માર્કો જેન્સેને ભારતને ત્રીજો મોટો ઝટકો આપતા આક્રમક બેટ્સમેન અભિષેક શર્માને 15 રને કોર્બિન બોશના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન ભેગો કર્યો છે. 5 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 29 રન છે, જેમાં સૂર્યકુમાર યાદવ 10 રન અને વોશિંગ્ટન સુંદર 2 રન બનાવી ક્રીઝ પર હાજર છે. હાલમાં ભારતનો વર્તમાન રન રેટ 5.8 છે, જ્યારે જીતવા માટે 90 બોલમાં 159 રનની જરૂર હોવાથી રિક્વાયર્ડ રન રેટ વધીને 10.6 પર પહોંચી ગયો છે. સતત પડતી વિકેટોને કારણે મેચમાં ભારતની પકડ નબળી પડી રહી હોય તેમ જણાય છે.

લુંગી એન્ગીડીએ માત્ર 3 રન જ આપ્યા

February 22, 2026 9:22 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ રોમાંચક મુકાબલામાં 4થી ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 26 રન છે. લુંગી એન્ગીડીએ પોતાની પ્રથમ ઓવરમાં શિસ્તબદ્ધ બોલિંગ કરતા માત્ર 3 રન આપ્યા, જેના કારણે ભારતનો વર્તમાન રન રેટ 6.5 છે અને જીતવા માટે જરૂરી રન રેટ વધીને 10.12 પર પહોંચી ગયો છે. અત્યારે અભિષેક શર્મા 9 બોલમાં 15 રન (2 ચોગ્ગા, 1 સિક્સર) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 9 બોલમાં 9 રન (2 ચોગ્ગા) બનાવી ક્રીઝ પર હાજર છે, અને બંને વચ્ચે 17 બોલમાં 21 રનની ભાગીદારી નોંધાઈ ચૂકી છે. શરૂઆતી ઝટકાઓને કારણે અત્યારે દક્ષિણ આફ્રિકાની જીતની સંભાવના 76% છે, જ્યારે ભારતની જીતની શક્યતા 24% દેખાઈ રહી છે.

ત્રીજી ઓવરમાં આવ્યા દસ રન

February 22, 2026 9:18 pm

અમદાવાદના મેદાન પર 188 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમ માટે ત્રીજી ઓવર મિશ્ર પ્રતિસાદવાળી રહી છે. કાગિસો રબાડાની આ ઓવરમાં ભારતે 10 રન ઉમેર્યા, જેના પરિણામે 3 ઓવરના અંતે ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 23 રન થયો છે. અભિષેક શર્માએ આક્રમક વલણ જાળવી રાખતા અત્યાર સુધી 7 બોલમાં 14 રન (2 ચોગ્ગા,1 સિક્સર) બનાવ્યા છે, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 બોલમાં 8 રન બનાવી તેને સાથ આપી રહ્યો છે. હાલમાં ભારતનો વર્તમાન રન રેટ 7.67 છે, પરંતુ જીતવા માટે જરૂરી રન રેટ વધીને 9.71 પર પહોંચ્યો છે.

2જી ઓવરમાં તિલક વર્મા આઉટ

February 22, 2026 9:14 pm

અમદાવાદમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ભારતની બીજી ઓવર ખૂબ જ રોમાંચક અને સંઘર્ષપૂર્ણ રહી છે. માર્કો જેન્સેને ઓવરના પ્રથમ બોલ પર જ ભારતને બીજો મોટો આંચકો આપ્યો હતો, જેમાં તિલક વર્મા માત્ર 1 રન બનાવી ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રીઝ પર આવીને બે શાનદાર ચોગ્ગા ફટકારી ટીમ પરનું દબાણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 13 રન છે, જેમાં સૂર્યકુમાર યાદવ ૫ બોલમાં 8 રન અને અભિષેક શર્મા 1 બોલમાં 4 રન બનાવી રમી રહ્યા છે. હાલમાં ભારતને જીતવા માટે વધુ 175 રનની જરૂર છે અને જરૂરી રન રેટ 9.72 પર પહોંચ્યો છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની જીતની સંભાવના ૭૫% જેટલી મજબૂત જણાઈ રહી છે.

1લી ઓવરમાં જ ઈશાન કિશન આઉટ

February 22, 2026 9:09 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 188 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે પોતે પ્રથમ ઓવર ફેંકીને ભારતને ચોથા જ બોલે મોટો ઝટકો આપ્યો હતો, જેમાં ઇશાન કિશન 4 બોલ રમવા છતાં શૂન્ય રને રાયન રિકલટનના હાથે કેચ આઉટ થયો હતો. જોકે, અભિષેક શર્માએ અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને રનગતિ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. પ્રથમ ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 5 રન છે, જેમાં અભિષેક શર્મા 4 રન અને તિલક વર્મા 1 રન બનાવી ક્રીઝ પર હાજર છે. હાલમાં ભારતને જીતવા માટે પ્રતિ ઓવર ૯.૬૩ રનની જરૂર છે.

20મી ઓવરમાં 20 રન

February 22, 2026 8:51 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની ઇનિંગ પૂર્ણ થઈ ગઈ છે. 20મી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે વિસ્ફોટક બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની બોલિંગમાં 20 રન ઝૂડ્યા હતા. આ ઓવરના અંતિમ બે બોલ પર સળંગ બે સિક્સર ફટકારીને સ્ટબ્સે દક્ષિણ આફ્રિકાના સ્કોરને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યો હતો.

19મી ઓવરમાં વધુ એક વિકેેટ

February 22, 2026 8:47 pm

અમદાવાદમાં રમાઈ રહેલા આ રોમાંચક જંગમાં 19મી ઓવરે રમતનો આખો નકશો બદલી નાખ્યો છે. જસપ્રીત બુમરાહે પોતાની અંતિમ ઓવરમાં ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતા કોર્બિન બોશને પોતાની જ ઓવરમાં કેચ આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો આપ્યો હતો. 19 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 167 રન હતો.

17મી ઓવરમાં વિકેટ

February 22, 2026 8:40 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં 17મી ઓવર ખૂબ જ મહત્વની રહી હતી. અર્શદીપ સિંહે આ ઓવરમાં શાનદાર વાપસી કરતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને રન બનાવવા માટે ઝઝૂમતા રાખ્યા હતા. આ ઓવરમાં અર્શદીપે ભારતને વધુ એક સફળતા અપાવવાની તક ઊભી કરી હતી. 17મી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર164 રન હતો.

16મી ઓવરમાં ડેવિડ મિલર આઉટ

February 22, 2026 8:30 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ રોમાંચક મુકાબલામાં 16મી ઓવર ભારત માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. વરુણ ચક્રવર્તીએ ભારતને સૌથી મોટી સફળતા અપાવતા ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલરને 63 રને તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન ભેગો કર્યો છે. આ વિકેટ પડતા જ સ્ટેડિયમમાં ગુંજારવ મચી ગયો હતો. મિલરની વિકેટ બાદ હવે માર્કો જેન્સેન ક્રીઝ પર આવ્યો છે. 16 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 152 રન છે.

15મી ઓવરમાં 10 રન

February 22, 2026 8:26 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ રોમાંચક મુકાબલામાં 15મી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યાની આ ઓવરમાં સાઉથ આફ્રિકાએ 10 રન ઉમેર્યા હતા, જેના કારણે રનગતિ 9.6 પર પહોંચી છે. ડેવિડ મિલર અત્યારે 33 બોલમાં 62 રન બનાવીને ભારતીય બોલરો માટે મોટો પડકાર બની રહ્યો છે, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 9 બોલમાં 10 રન કરી મિલરને સાથ આપ્યો છે. 15 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 144 રન છે.

14 ઓવરે આફ્રિકાનો સ્કોર પહોંચ્યો 134

February 22, 2026 8:19 pm

અમદાવાદના મેદાન પર 14મી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. વોશિંગ્ટન સુંદરે આ ઓવરમાં ખૂબ જ શિસ્તબદ્ધ બોલિંગ કરી માત્ર 6 રન આપ્યા હતા, તેમ છતાં રનગતિ 9.57 પર જળવાઈ રહી છે. ડેવિડ મિલર અત્યારે 57 રન બનાવીને ક્રીઝ પર સેટ છે, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ તેને સાથ આપી રહ્યો છે. 14 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 134 રન છે.

ડેવિડ મિલરની ફિફ્ટી પૂર્ણ

February 22, 2026 8:15 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં 13મી ઓવર ઉતાર-ચઢાવવાળી રહી છે. શિવમ દુબેએ ભારતને મોટી રાહત અપાવતા ખતરનાક બેટ્સમેન Dewald Brevis ને 45 રને અભિષેક શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, બીજી તરફ David Miller એ પોતાની આક્રમક રમત ચાલુ રાખી 28 બોલમાં 54 રન બનાવી પોતાની ફિફ્ટી પૂરી કરી છે. 13 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 128 રન છે.

12મી ઓવરમાં સ્કોર પહોંચ્યો 111

February 22, 2026 8:07 pm

અમદાવાદના મેદાન પર 12મી ઓવરના અંતે રમતનો નકશો બદલાતો દેખાઈ રહ્યો છે. વરુણ ચક્રવર્તીની આ ઓવરમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ રનનો આપતા ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો છે. અત્યારે દક્ષિણ આફ્રિકા 3 વિકેટના નુકસાન પર 111 રન બનાવી મજબૂત સ્થિતિમાં છે. ડેવિડ મિલર 25 બોલમાં 46 રન અને ડેવાલ્ડ બ્રેવિસ 27 બોલમાં 39 રન બનાવી અણનમ છે. બંને વચ્ચે 48 બોલમાં 91 રનની વિશાળ ભાગીદારી નોંધાઈ ચૂકી છે.

11મી ઓવરમાં સ્કોર પહોંચ્યો 99

February 22, 2026 8:02 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં 11મી ઓવર દક્ષિણ આફ્રિકા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ છે. શિવમ દુબેની આ ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસે આક્રમક બેટિંગ કરતા રનગતિને વેગ આપ્યો હતો, જેના પરિણામે ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર ૯૯ રન સુધી પહોંચી ગયો છે. હાલ ડેવાલ્ડ બ્રેવિસ 24 બોલમાં 37 રન (3 ચોગ્ગા, 2 સિક્સર) અને ડેવિડ મિલર 22 બોલમાં 40 રન બનાવી અણનમ છે. આ બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધીમાં 42 બોલમાં 79 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ ચૂકી છે. મેચમાં હવે દક્ષિણ આફ્રિકા મજબૂત વાપસી કરી રહ્યું હોય તેમ જણાય છે, કારણ કે ભારતની જીતની સંભાવના ઘટીને ૫૫% થઈ ગઈ છે.

10મી ઓવરમાં માત્ર 4 રન જ આવ્યા

February 22, 2026 7:56 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ રોમાંચક જંગમાં ૧10મી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ પોતાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હાર્દિક પંડ્યાની આ ઓવરના છેલ્લા બોલ પર ડેવિડ મિલરે શાનદાર સિક્સર ફટકારી ટીમને મજબૂતી આપી હતી, જેના કારણે 10 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 84 રન થયો છે. હાલ ડેવિડ મિલર ૨૨ બોલમાં 40 રન (5 ચોગ્ગા, 2 સિક્સર) અને ડેવાલ્ડ બ્રેવિસ 18 બોલમાં 24 રન બનાવી ક્રીઝ પર જામ્યા છે. આ બંને બેટ્સમેનો વચ્ચે અત્યાર સુધીમાં 36 બોલમાં 64 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ ચૂકી છે.

વરુણ ચક્રવર્તીનો ઓવરમાં 17 રન ફટકાર્યા

February 22, 2026 7:49 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ રોમાંચક મેચની નવમી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ વરુણ ચક્રવર્તી પર વળતો પ્રહાર કર્યો છે. આ ઓવરમાં વરુણ ચક્રવર્તીએ 17 રન ખર્ચ્યા, જેના કારણે મેચમાં રનગતિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ વચ્ચેની ભાગીદારી હવે 30 બોલમાં 53 રન સુધી પહોંચી ગઈ છે, જે ભારત માટે ખતરાની ઘંટી સમાન છે. નવમી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 73 રન છે. હાલ ક્રીઝ પર ડેવિડ મિલર 18 બોલમાં 32 રન (5 ચોગ્ગા, 1 સિક્સર) અને ડેવાલ્ડ બ્રેવિસ 15 બોલમાં 22 રન (2 ચોગ્ગા, 1 સિક્સર) બનાવીને રમી રહ્યા છે.

હાર્દિકે 8મી ઓવરમાં માત્ર 4 રન જ આપ્યા

February 22, 2026 7:45 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ રોમાંચક મેચની આઠમી ઓવરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાર્દિક પંડ્યાને મોરચે લગાવ્યો હતો. આ ઓવરમાં હાર્દિકે ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી અને સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને રન બનાવવા માટે ઝઝૂમતા રાખ્યા હતા. આખી ઓવરમાં હાર્દિકે માત્ર 4 રન ખર્ચ્યા, જેના કારણે રનગતિ પર ફરી એકવાર બ્રેક લાગી છે. આઠમી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 56 રન છે. હાલ ડેવિડ મિલર 15 બોલમાં 25 રન (5 ચોગ્ગા) અને ડેવાલ્ડ બ્રેવિસ 12 બોલમાં 12 રન (1 ચોગ્ગો) બનાવી ક્રીઝ પર હાજર છે. મિલર અને બ્રેવિસ વચ્ચે અત્યાર સુધી 24 બોલમાં 36 રનની ભાગીદારી નોંધાઈ ચુકી છે.

મિલર અને બ્રેવિસની જોડી જામી

February 22, 2026 7:39 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાવરપ્લે બાદ હવે સ્પિનરોએ મોરચો સંભાળ્યો છે. સાતમી ઓવરમાં સૂર્યકુમાર યાદવે વોશિંગ્ટન સુંદરને બોલિંગમાં લાવ્યા હતા. જોકે, આ ઓવરમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ રનગતિ વધારવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસે આ ઓવરમાં પોતાનો પ્રથમ ચોગ્ગો ફટકારી આત્મવિશ્વાસ બતાવ્યો હતો, જ્યારે ડેવિડ મિલર પણ પિચ પર સેટ થતો જણાઈ રહ્યો છે. સાતમી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 52 રન છે. હાલ ડેવિડ મિલર 12 બોલમાં 23 રન (5 ચોગ્ગા) અને ડેવાલ્ડ બ્રેવિસ 9 બોલમાં 10 રન બનાવી રમી રહ્યા છે. મિલર અને બ્રેવિસ વચ્ચે અત્યાર સુધી 18 બોલમાં 32 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ ચૂકી છે, જે ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે.

પાવર પ્લે પૂરો, સ્કોર 41/3

February 22, 2026 7:27 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં પાવરપ્લેની અંતિમ એટલે કે છઠ્ઠી ઓવર સમાપ્ત થઈ છે. દક્ષિણ આફ્રિકાએ આ ઓવરમાં લય મેળવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ડેવિડ મિલર આક્રમક મૂડમાં જોવા મળ્યો છે. અર્શદીપ સિંહે ફેંકેલી આ ઓવરમાં મિલરે વધુ બે ચોગ્ગા ફટકારીને સ્કોરબોર્ડને ગતિ આપી છે. પાવરપ્લેના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 41 રન છે. હાલ ડેવિડ મિલર 10 બોલમાં 18 રન (4 ચોગ્ગા) અને ડેવાલ્ડ બ્રેવિસ 5 બોલમાં 4 રન બનાવી ક્રીઝ પર હાજર છે. શરૂઆતી ત્રણ વિકેટો ઝડપથી ગુમાવ્યા બાદ હવે મિલર અને બ્રેવિસ વચ્ચે 12 બોલમાં 21 રનની ભાગીદારી નોંધાઈ ચુકી છે.

બુમરાહનો શિકાર બન્યો રાયન રિકલટન

February 22, 2026 7:24 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જસપ્રીત બુમરાહના રૂપમાં દક્ષિણ આફ્રિકા પર 'કાળ' મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મેચની ચોથી ઓવરમાં બુમરાહે ફરી એકવાર પોતાની ઘાતક બોલિંગનો નમૂનો પેશ કરતા ભારતને ત્રીજી મોટી સફળતા અપાવી છે. ઓવરના છેલ્લા બોલે રાયન રિકલટન (7 રન) મોટો શોટ રમવાના પ્રયાસમાં શિવમ દુબેના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ સાઉથ આફ્રિકાની ટીમ અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ચોથી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર માત્ર 20 રન છે. હાલ ડેવાલ્ડ બ્રેવિસ 2 રન બનાવી ક્રીઝ પર એકલો ઝઝૂમી રહ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહે તેની 2 ઓવરમાં માત્ર 7 રન આપી 2 મહત્વની વિકેટો ઝડપી લીધી છે.

કેપ્ટન એડમ માર્કરમ આઉટ

February 22, 2026 7:19 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની કમર તોડી નાખી છે. ત્રીજી ઓવરમાં અર્શદીપ સિંહે ભારતને બીજી મોટી સફળતા અપાવતા કેપ્ટન એડન માર્કરામને માત્ર 4 રને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, આ જ ઓવરમાં રાયન રિકલટને એક શાનદાર સિક્સર ફટકારી આક્રમક તેવર બતાવ્યા હતા. ત્રીજી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 19 રન છે. હાલ ક્રીઝ પર રાયન રિકલટન (7 રન) અને નવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ (1 રન) હાજર છે. ભારતીય ટીમ અત્યારે 76% વિનિંગ પ્રોબેબિલિટી સાથે મેચ પર મજબૂત પકડ ધરાવે છે.

ક્વિન્ટન ડી કોક આઉટ

February 22, 2026 7:13 pm

અસલી રોમાંચ બીજી ઓવરમાં જોવા મળ્યો જ્યારે જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બુમરાહે ખતરનાક બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને માત્ર 6 રને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. બીજી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 10 રને 1 વિકેટ છે. હાલ ક્રીઝ પર કેપ્ટન એડન માર્કરામ (3 રન) અને રાયન રિકલટન રમી રહ્યા છે. શરૂઆતી ઝટકા બાદ હવે આફ્રિકાની ટીમ દબાણમાં દેખાઈ રહી છે.

એક ઓવરના અંતે ચાર રન

February 22, 2026 6:55 pm

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના મહામુકાબલાની રોમાંચક શરૂઆત થઈ ચૂકી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી પ્રથમ ઓવર ફેંકવા આવેલા અર્શદીપ સિંહે અત્યંત શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર વિના વિકેટે 4 રન રહ્યો છે. ક્વિન્ટન ડી કોક 4 બોલમાં 1 રન અને કેપ્ટન એડન માર્કરામ 2 બોલમાં 2 રન બનાવી ક્રીઝ પર હાજર છે. અર્શદીપ સિંહે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 3 રન ખર્ચ્યા છે (એક રન લેગ બાયનો મળ્યો છે), જેના કારણે શરૂઆતમાં જ ભારતીય બોલરોએ પ્રવાસી ટીમ પર દબાણ બનાવવાની કોશિશ કરી છે. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોના ઉત્સાહ વચ્ચે મેચમાં ભારે રસાકસી જોવા મળી રહી છે.

સાઉથ આફ્રિકા જીત્યુ ટૉસ

February 22, 2026 6:51 pm

સ્ટેડિયમ બહાર ફેંસનો જમાવડો

February 22, 2026 6:37 pm

This Live Blog has Ended
Advertisement

.

×