સુપર-8માં આફ્રિકાની ગર્જના! 187 રન બનાવ્યા બાદ ભારતને 111 માં રોકી મેચ કબજે કરી
- અમદાવાદમાં ભારતની શરમજનક હાર: આફ્રિકા સામે 76 રને પરાજય!
- 188 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયા માત્ર 111 રનમાં ઓલઆઉટ
- કેશવ મહારાજે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી ભારતને પછાડ્યું
- સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા મોટી ઈનિંગ રમવામાં રહ્યા નિષ્ફળ
- મિલરની તોફાની ફિફ્ટી અને જેન્સેનની ઘાતક બોલિંગે જીત અપાવી
India Vs Africa Match : અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રવિવારની સાંજે રમાયેલા આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ 2026(ICC Men's T20 World Cup 2026) ના સુપર-8 મુકાબલામાં ભારતને દક્ષિણ આફ્રિકા (South Africa) સામે 76 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 90 હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી આ મેચમાં ભારતની બેટિંગ લાઈનઅપ પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ પરાજય સાથે જ ભારતનો નેટ રન રેટ (Net Run Rate) પણ પ્રભાવિત થયો છે, જે સેમીફાઈનલ (Semifinal) ની રેસમાં અવરોધ બની શકે છે.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ શરૂઆતમાં જ ઘાતક બોલિંગ કરી ક્વિન્ટન ડી કોક અને રાયન રિકલટનની વિકેટ ઝડપી હતી. જોકે, ત્યારબાદ ડેવિડ મિલર (David Miller) અને ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) વચ્ચે 97 રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી. મિલરે 35 બોલમાં 63 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેના કારણે આફ્રિકાએ 20 ઓવરમાં 187 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.
#ICCT20WorldCup2026 | South Africa beat India by 76 runs at Narendra Modi Stadium, Ahmedabad, in a Super 8 Group 1 match.
Shivam Dube 42, Marco Jansen 4-22, Keshav Maharaj 3-24
(Pic: BCCI/X) pic.twitter.com/uH7zLJz1jg
— ANI (@ANI) February 22, 2026
ભારતની શરૂઆત નિરાજનક રહી
188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India) ની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ઈશાન કિશન (Ishan Kishan) પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે બીજી ઓવરમાં તિલક વર્મા પણ આઉટ થતા ભારત દબાણમાં આવી ગયું હતું. અભિષેક શર્માએ 15 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ 18 રન બનાવી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માર્કો જેન્સેન (Marco Jansen) ની સ્પીડ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહીં.
કેશવ મહારાજનો તરખાટ
મેચનો સૌથી મોટો વળાંક 15મી ઓવરમાં આવ્યો જ્યારે સ્પિનર કેશવ મહારાજ (Keshav Maharaj) એ તરખાટ મચાવ્યો હતો. મહારાજે એક જ ઓવરમાં હાર્દિક પંડ્યા (18), રિંકુ સિંહ (0) અને અર્શદીપ સિંહની વિકેટ ઝડપીને ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. ભારતની આખી ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ (All Out) થઈ ગઈ હતી. આ વિજય સાથે દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલ તરફ મજબૂત ડગલું માંડ્યું છે, જ્યારે હવે ભારતે આગળની મેચોમાં મોટા અંતરથી જીતવું અનિવાર્ય બન્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ગૂગલ CEO સુંદર પિચાઈ અને ICC ચેરમેન જય શાહની મુલાકાત , સ્ટેન્ડમાં સાથે બેસીને માણી મેચની મજા!


