ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Vs SA T20I : ભારતની ચાર વિકેટ પડી, બોલિંગમાં અર્શદીપનું શરમજનક પ્રદર્શન

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ODI શ્રેણીની બીજી મેચ ગુરુવારના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ચાર વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા છે. ભારતની બેટિંગની નબળી શરૂઆત થઇ છે. અને ધુરંધરો શરૂઆતની ઓવરોમાં જ પેવેલિયનમાં પાછા ફર્યા છે. બોલિંગમાં અર્શદીપે નાક કપાવ્યું હોવાનો અહેસાસ સૌને થઇ રહ્યો છે.
09:53 PM Dec 11, 2025 IST | PARTH PANDYA
આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ODI શ્રેણીની બીજી મેચ ગુરુવારના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ચાર વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા છે. ભારતની બેટિંગની નબળી શરૂઆત થઇ છે. અને ધુરંધરો શરૂઆતની ઓવરોમાં જ પેવેલિયનમાં પાછા ફર્યા છે. બોલિંગમાં અર્શદીપે નાક કપાવ્યું હોવાનો અહેસાસ સૌને થઇ રહ્યો છે.

India Vs SA T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ODI શ્રેણીની બીજી મેચ ગુરુવાર (11 ડિસેમ્બર) ના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા છે. જેમાં ક્વિન્ટન ડી કોકે 90 રનની શાનદાર ઇનિંગ રમી છે. આ મેચમાં અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ ખૂબ મોંઘા સાબિત થયા છે. અર્શદીપે 13 બોલની ઓવર ફેંકીને શર્મજનક પ્રદર્શન કર્યું છે. શરૂઆતની ઓવરોમાં જ ભારતના ચાર બેસ્ટમેન ગિલ, સૂર્યા, અભિષેક અને અક્ષર પેવેલિયન પરત ફરતા મોટો ઝટકો લાગ્યો છે.

દક્ષિણ આફ્રિકાએ તેમની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા

દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોકે 46 બોલમાં 90 રન બનાવ્યા છે. ડોનોવન ફેરેરા 30 અને ડેવિડ મિલર 20 રન બનાવીને અણનમ રહ્યા છે. એડન માર્કરામે 29 અને ડેવાલ્ડ બ્રેવિસે 14 રન બનાવ્યા છે. જ્યારે રીઝા હેન્ડ્રિક્સે 8 રન બનાવ્યા છે. ભારત માટે વરુણ ચક્રવર્તીએ બે વિકેટ અને અક્ષર પટેલે એક વિકેટ લીધી છે. ડી કોકને જીતેશ શર્માએ રન આઉટ કર્યો છે. ભારતે તેમની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. દક્ષિણ આફ્રિકાએ તેમની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. રીઝા હેન્ડ્રિક્સ, જ્યોર્જ લિન્ડે અને બાર્ટમેનને દક્ષિણ આફ્રિકાની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિમવ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

રીઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઇસ, ડેવિડ મિલર, ડોનોવન ફેરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો જેન્સેન, લુથો સિપામલા, લુંગી એનગીડી, ઓટનિલ બાર્ટમેન.

આ પણ વાંચો -----  કોહલી-રોહિતના પગારમાં રૂ.2 કરોડનો કાપ! BCCI કોન્ટ્રાક્ટમાં કરશે ધડાકો

Tags :
ArshdeepPoorBowlingGujaratFirstgujaratfirstnewsGujaratiNewsIndiaLostWicketIndiavssaT20IMatch
Next Article