ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Vs SA T20I : ભારતની શાનદાર જીત, બોલિંગ-બેટિંગ બંનેમાં દબાવ બનાવી રાખ્યો

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20I સિરીઝની ત્રીજી મેચ રમાઇ હતી. જેમાં ભારતની શાનદાર જીત થઇ છે. આ મેચમાં જીત સાથે ભારત સિરીઝને 2-1 થી લીડ કરી રહ્યું છે. આ મેચમાં આર્શદીપ અને હાર્દિક પંડ્યાએ નવા રેકોર્ડ બનાવ્યા છે. પહેલા સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી હતી. જેમાં ભારતની બોલિંગે દબાવ બનાવ્યો હતો, અને બાદમાં બેટિંગે દબાવ જાળવી રાખ્યો હતો.
10:51 PM Dec 14, 2025 IST | PARTH PANDYA
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20I સિરીઝની ત્રીજી મેચ રમાઇ હતી. જેમાં ભારતની શાનદાર જીત થઇ છે. આ મેચમાં જીત સાથે ભારત સિરીઝને 2-1 થી લીડ કરી રહ્યું છે. આ મેચમાં આર્શદીપ અને હાર્દિક પંડ્યાએ નવા રેકોર્ડ બનાવ્યા છે. પહેલા સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી હતી. જેમાં ભારતની બોલિંગે દબાવ બનાવ્યો હતો, અને બાદમાં બેટિંગે દબાવ જાળવી રાખ્યો હતો.

India Vs SA T20I : ધર્મશાલામાં રમાયેલી T20 શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી છે. બોલરોથી લઈને બેટ્સમેન સુધી બધાએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ ભારત માટે 118 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

એડન માર્કરામે અડધી સદી ફટકારી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, દક્ષિણ આફ્રિકાની મેચમાં શરૂઆત ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 7 રનમાં પડી ગઈ હતી. ઓપનર રીઝા હેન્ડ્રિક ખાતુ ખોલ્યા સિવાય જ પેવેલિયનાં પરત ફર્યા હતા. ક્વિન્ટન ડી કોક (1) અને ડેવાલ્ડ બ્રેવિસ (2) સહિત આઠ ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. કેપ્ટન એડન માર્કરામે અડધી સદી સાથે ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 46 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. ડોનોવન ફરેરાએ 20 રન અને એનરિચ નોરખિયાએ 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી હતી.

ભારત તરફથી અભિષેક શર્માએ તોફાની ઇનિંગ રમી

118 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ટીમ ઇન્ડિયાએ અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે શાનદાર શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ વિકેટ સુધી 60 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં અભિષેક શર્માએ તોફાની ઇનિંગ રમી હતી. તે 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 35 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પડ્યા પછી, તિલક વર્મા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. શુભમન ગિલ 100 ના સ્ટ્રાઇક રેટથી 28 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 11 બોલમાં 12 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના લુંગી ન્ગીડી, માર્કો જાનસેન અને કોર્બિન બોશે એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો -------  ક્રિકેટર હાર્દિક પંડ્યાએ T20I માં 'બાહુબલી' રેકોર્ડ બનાવ્યો

Tags :
GujaratFirstgujaratfirstnewsGujaratiNewsIndiavssaIndiaWonLeadInSeriesT20ISeries
Next Article