IND vs ZIM Playing 11: ઝિમ્બાબ્વે સામે ભારતની 'કરો અથવા મરો' જંગ, પ્લેઈંગ-11માં મોટા ફેરફારના સંકેત
- IND vs ZIM Playing 11: ઝિમ્બાબ્વે વિરૂદ્ધ આવી હશે ટીમ ઇન્ડીયાની Playing 11
- સૂર્યકુમાર નંબર-3 પર અને અક્ષર પટેલની થશે વાપસી!
- T20 વર્લ્ડ કપ 2026: ચેપોકમાં પ્લેઈંગ-11 માં મોટા ફેરફારના સંકેત
- શું અભિષેક શર્માનું પત્તું કપાશે અને સંજુ સેમસનને મળશે તક?
- નેટ રન રેટ સુધારવા ઝિમ્બાબ્વે સામે મોટા અંતરથી જીતવું જ પડશે
IND vs ZIM Playing 11: ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. ગુરુવારે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે સુપર-6 મુકાબલામાં ભારતનો સામનો ઝિમ્બાબ્વે સામે થશે. સાઉથ આફ્રિકા સામે મળેલી 76 રનની કારમી હાર બાદ ભારતનો નેટ રન રેટ (NRR) -3.80 પર પહોંચી ગયો છે, જેણે સેમીફાઈનલ (Semifinal) ની રેસમાં ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. તેનું કારણ છે ભારતની નેટ રન રેટ જે હવે -3.80 સુધી નીચે પહોંચી ગઇ છે. એવામાં આ મુકાબલો ફક્ત જીત માટે જ નહી પરંતુ મોટા અંતરથી જીતવાનો છે.
IND vs ZIM Playing 11: શું બેટીંગ ઓર્ડરમાં થશે ફેરફાર
અભિષેક શર્મા (Abhishek Sharma) નું બેટ ટી20 વર્લ્ડકપમાં શાંત રહ્યું છે. ચાર મેચોમાં ફક્ત 15 રન, એવરેઝ 3.75 અને સ્ટ્રાઇક-રેટ 75 આ તે ખેલાડી નથી દેખાતો જેણે ટૂર્નામેન્ટ પહેલાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે પ્રશ્ન એ છે કે શું તેમને પ્લઇંગ 11માં સ્થાન મળશે. શું સંજૂ સૈમસન તેમના બદલે રમી શકે છે?
High intensity and focus 🔛 💪#TeamIndia putting in the work ahead of #INDvZIM 🙌#T20WorldCup | #MenInBlue pic.twitter.com/zjOtB9m7jS
— BCCI (@BCCI) February 25, 2026
IND vs ZIM Playing 11: બેટિંગ કોચ સિતાંશુ કોટકનું મોટું નિવેદન
ચેન્નાઈ (Chennai) માં યોજાયેલી પ્રી-મેચ કોન્ફરન્સમાં બેટિંગ કોચ સિતાંશુ કોટકે ફેરફારના સંકેત આપતા કહ્યું, 'અમારી પાસે ટોપ ઓર્ડરમાં ત્રણ ડાબોડી બેટ્સમેનો છે અને સામેની ટીમ પાસે ઓફ-સ્પિનર્સ છે, તેથી ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર પર ચર્ચા વિચારણા ચાલુ છે. સૂર્યકુમારને નંબર-3 પર પ્રમોટ કરી તિલક વર્માને નીચે ઉતારવાનો વિકલ્પ પણ ખુલ્લો છે.'
તિલક વર્માનું નબળું ફોર્મ ચિંતાનો વિષય
ભારત (Team India) માટે માત્ર અભિષેક શર્મા (Abhishek Sharma) નું જ નહીં, પણ તિલક વર્મા (Tilak Varma) નું ફોર્મ પણ ચિંતાજનક છે. પાવરપ્લેમાં તેમનો સ્ટ્રાઈક રેટ માત્ર 118 છે. બીજી તરફ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 180 રન તો બનાવ્યા છે, પણ તેમનો સ્ટ્રાઈક રેટ (127) તેમના સ્ટાન્ડર્ડ મુજબ ઘણો ઓછો છે. જોકે, ઈશાન કિશન 193ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે રમી રહ્યો છે, પરંતુ તેને બીજા છેડેથી સાથ મળી રહ્યો નથી.
ચેપોકની પિચનો કેવો રહેશે મિજાજ
ચેન્નાઈની પિચ અત્યાર સુધી બેટિંગ માટે સાનુકૂળ રહી છે, જ્યાં ન્યૂઝીલેન્ડે 180+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઝિમ્બાબ્વે પાસે સિકંદર રઝા જેવા અનુભવી સ્પિનરો છે, પરંતુ ભારત માટે ખરો પડકાર તેમની પેસ બેટરી—બ્લેસિંગ મુઝારાબાની, રિચાર્ડ નગારવા અને બ્રેડ ઇવાન્સ—બની શકે છે.
ઝિમ્બાબ્વેની તાકાત ફાસ્ટ બોલિંગ
ઝિમ્બાબ્વે (Zimbabwe) ની ટીમમાં સ્પિનમાં ગ્રીમ ક્રેમર, સિકંદર રજા અને રયાન બર્લ ભારતને મોટો પડકાર આપી શકે એમ નથી, પરંતુ તેમની ફાસ્ટ બોલિંગની તિકડી બ્લેસિંગ મુઝારબાની, રિચર્ડ નગારવા અને બ્રેડ ઇવાન્સ ઉછાળ અને સ્પીડને લઇને પ્રશ્નો ઉભા કરી શકે છે.
અક્ષરની થશે વાપસી, સુંદર થશે આઉટ
ભારત માટે રાહતની વાત બોલિંગ છે. જસપ્રિત બુમરાહ શાનદાર લયમાં છે અને તેમની સાથે વરૂણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ મજબૂત આક્રમણ બનાવી રહ્યા છે. આ મેચમાં વાઇસ-કેપ્ટન અક્ષર પટેલ (Axar Patel) ની વાપસી પણ ફાઇનલ ગણવામાં આવી રહી છે. જેથી સંતુલન વધુ સારુ થઇ જશે. આ મુકાબલો સાંજે 7 વાગે રમાશે, અને ભારત માટે આ ટૂર્નામેન્ટ નિર્ણાયક સાબિત થઇ શકે છે.
ઝિમ્બાબ્વે સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11
ઈશાન કિશન, સંજુ સેમસન/અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.
આ પણ વાંચો: T20 World Cup : રન રેટ ભૂલી જાઓ, ભારતને સેમિફાઈનલમાં પહોંચવાનો એક રસ્તો બાકી, જાણો ગણિત


