Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતનો ઐતિહાસિક વિજય, જાણો PM મોદીએ શું કહ્યું?

ICC મહિલા વર્લ્ડ કપ 2025ના ફાઇનલમાં ભારતીય ટીમે વિજય મેળવીને ઇતિહાસ રચ્યો અને દેશનું ગૌરવ વધાર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને તેમના 'અદ્ભુત કૌશલ્ય' માટે અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ જીતથી લાખો છોકરીઓને પ્રેરણા મળશે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ દીકરીઓની આ જીતથી ભાવુક થયા હતા. સમગ્ર દેશ આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે.
મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતનો ઐતિહાસિક વિજય  જાણો pm મોદીએ શું કહ્યું
Advertisement
  • ભારતીય ટીમે ટ્રોફી જીતી, PM મોદીએ અભિનંદન પાઠવ્યા (PM Congratulates Women Team)
  • ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત ICC વર્લ્ડ કપ ટ્રોફી જીતી
  • PM મોદીએ કહ્યું: પ્રદર્શન 'અદ્ભુત કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરપૂર'
  • અમિત શાહે કહ્યું: જીતથી 'લાખો છોકરીઓને પ્રેરણા મળશે'
  • સચિન તેંડુલકર પણ દીકરીઓની જીત પર ભાવુક થયા

PM Congratulates Women Team : આજે દરેક ભારતીયનું વર્ષો જૂનું સપનું પૂરું થયું છે. ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025ની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શાનદાર વિજય મેળવીને દરેક દેશવાસીનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. હરમનપ્રીત, સ્મૃતિ, દીપ્તિ જેવી ભારતીય ખેલાડીઓએ પોતાના બેમિસાલ પ્રદર્શનથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે.

સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતની દીકરીઓ પર સમગ્ર દેશની અપેક્ષાઓ વધી ગઈ હતી, જેના પર આ ટીમે ખરી ઉતરીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની આ વીરાંગનાઓએ માત્ર બેટ અને બોલથી નહીં, પણ તેમના અતૂટ હૌસલા અને દ્રઢ સંકલ્પથી ઇતિહાસનું સર્જન કર્યું છે. ભારતીય ટીમની આ જીત પર 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકરની આંખો પણ ખુશીના આંસુથી ભીની થઈ ગઈ. સમગ્ર ભારત આ ભવ્ય વિજયનો જશ્ન મનાવી રહ્યું છે.

Advertisement

Advertisement

વડાપ્રધાન મોદીએ લખ્યું....(PM Modi Congratulates)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ લખ્યું, "ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025ના ફાઇનલમાં ભારતીય ટીમની શાનદાર જીત. ફાઇનલમાં તેમનું પ્રદર્શન અદ્ભુત કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરપૂર રહ્યું. ટીમે આખી ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને દ્રઢતા દર્શાવી. અમારી ખેલાડીઓને ખૂબ અભિનંદન. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન ખેલાડીઓને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરશે."

અમિત શાહે કહ્યું: લાખો છોકરીઓને પ્રેરણા મળશે – (Amit Shah Congratulations)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બધાઈ આપતાં લખ્યું કે, "વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને સલામ. આ દેશ માટે ગૌરવશાળી ક્ષણ છે, કારણ કે આપણી ટીમે ICC મહિલા વિશ્વ કપ 2025 જીતીને ભારતને ગૌરવાન્વિત કર્યું છે. તમારા શાનદાર ક્રિકેટ કૌશલ્યે લાખો છોકરીઓ માટે પ્રેરણાનો માર્ગ મોકળો કર્યો છે. પૂરી ટીમને અભિનંદન."

સીએમ રેખા ગુપ્તાએ આપી બધાઈ – Delhi CM Rekha Gupta

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લખ્યું, "ઇતિહાસ રચાયો, ભારત - વિશ્વ ચેમ્પિયન! સ્વપ્નને શાંતિથી સેવવાથી લઈને મહાદ્વીપોમાં ગુંજતી જોરદાર ગર્જના સુધી, અમારી 'વિમેન ઇન બ્લુ'એ માત્ર જીત જ નથી મેળવી, પણ તેમણે આખી વાર્તા બદલી નાખી છે. આ ટ્રોફી માત્ર એક ખિતાબ નથી, પણ એક ઘોષણા છે. આ દરેક એ છોકરી માટે છે જે હવે આ ભવ્ય જીતમાં પોતાની અમર્યાદ ક્ષમતાને સાકાર થતી જોઈ રહી છે. આ જીત દરેક ભારતીયની છે. આપણું ભવિષ્ય 'બ્લુ' છે."

આ પણ વાંચો : ઇતિહાસ રચ્યા બાદ મહિલા ટીમ બની માલામાલ: ટ્રોફી સાથે ખેલાડીઓને કેટલી રકમ મળશે?

Tags :
Advertisement

.

×