Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup જીત્યા બાદ કેપ્ટન ટ્રોફી સાથે અડાલજની વાવ પહોંચ્યા

T20 World Cup માં ભારત સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, ભારતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ન્યુઝિલેન્ડને મ્હાત આપીને વર્લ્ડ કપ પોતાને નામ કર્યો છે. જે બાદ આજે ભારતીય ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ ટ્રોફી સાથે ગાંધીનગરની ઐતિહાસીક અડાલજ વાવ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું ફોટો શૂટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતની જીતથી દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
t20 world cup જીત્યા બાદ કેપ્ટન ટ્રોફી સાથે અડાલજની વાવ પહોંચ્યા
Advertisement
  • T20 World Cup માં ભારત સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું
  • જીત્યા બાદ કેપ્ટન સુર્યકુમાર યાદવ ટ્રોફી જોડે અડાલજની વાવ પહોંચ્યા
  • ICC દ્વારા ફોટો સેશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે
  • અમદાવાદમાં આયોજિત ફાઇનલ મેચમાં વિશ્વકક્ષાનું મેનેજમેન્ટ જોવા મળ્યું

T20 World Cup : ગતરોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝિલેન્ડ (India Vs New Zealand - Final Match) વચ્ચે હાઇવોલ્ટેજ T20 World Cup ની Final Match રમાઇ હતી. જેમાં ભારતે વર્લ્ડ કપ ચેમ્પિયન - 2026 (India Become World Champion) બન્યું છે, અને અગાઉનું ચેમ્પિનયન તરીકેનું ટાઇટલ જાળવી રાખ્યું છે. તે બાદ ભારતીય ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ (Indian Team Caption - Surya Kumar Yadav) વર્લ્ડ કપ - 2026 ની ટ્રોફી સાથે ગાંધીનગરની અડાલજની વાવ (Adalaj Vav (Stepwell) - Gandhinagar) ખાતે પહોંચ્યા છે. જ્યાં સ્પેશિયલ ફોટો શૂટ કરવામાં આવનાર છે. ઐતિહાસીક વાવ જોડે ભારતની ઐતિહાસીક જીતની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસીને આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ પણ વાંચો --------- વિશ્વ વિજેતા બનતા જ Suryakumar Yadav થયા ભાવુક, પિચ પર જઈને કંઈક આવુ કર્યું જુઓ VIDEO

Advertisement

T20 World Cup, ICC માટે ફોટોશૂટ

ગતરોજ ભારતીય ટીમે ન્યુઝિલેન્ડને ધૂળ ચટાવીને T20 World Cup પોતાને નામ કર્યો છે. ભારતની ટીમે ગત વર્ષે જીતેલું ચેમ્પિયનનું ટાઇટલ જાળવી રાખ્યું છે, તે બાદ આજે વર્લ્ડ કપ ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ આજે ગાંધીનગરની ઐતિહાસિક અડાલજની વાવ ખાતે પહોંચ્યા છે. તેઓ ICC માટે અડાલજની વાવ ખાતે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો શૂટ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય ટીમે સતત બીજી વખત વર્લ્ડ કપ મેચ જીતીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચી દીધો છે. શરૂઆતથી જ ભારત મેચ જીતશે, તેવો આશાવાદ પ્રવર્તી રહ્યો હતો, જે અંતે હકીકત બન્યો હતો.

Advertisement

વિશ્વકક્ષાનું આયોજન

આ વચ્ચે વર્લ્ડ કપની મેચમાં ઉનાળાની અસર વર્તાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પ્રેક્ષકોએ 80,800 લીટર પાણીનો વપરાશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 20 લીટરના 3800 થી વધુ કેરબા ખાલી થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં આયોજિત ફાઇનલ મેચમાં 1.05 લાખ પ્રેક્ષકો હાજર રહ્યા હતા. દર ત્રણ સેકંડમાં 1300 લોકો આવી જાય તે રીતની ખાસ પ્રવેશ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેડિયમની અંદર 1 હજારથી વધુ ગાડીઓનું પાર્કિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્ટેડિયમમાં 6 બેડની એક એવી કુલ 6 જેટલી હોસ્પિટલો ઉભી કરવામાં આવી હતી. આમ, અમદાવાદમાં આયોજિત વર્લ્ડ કપની મેચમાં વિશ્વ કક્ષાનું આયોજન જોવા મળ્યું હતું.

આ પણ વાંચો -------- T20 World Cup : વર્લ્ડ કપના સફળ આયોજન પર FIFA ચીફ પણ આફરિન, જય શાહના કર્યા વખાણ

Tags :
Advertisement

.

×