Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

U19 World Cup : Vaibhav Sooryavanshi બન્ચા 'પ્લેયર ઓફ ધી મેચ'

U19 World Cup માં વૈભવ સુર્યવંશીને પ્લેયર ઓફ ધી મેચ તરીકે નવાજવામાં આવ્યા છે. આ તકે તેઓએ કહ્યું કે, તેને ખૂબ સારું લાગ્યું. તેણે ટીમના સપોર્ટ સ્ટાફની મહેનતની પ્રશંસા કરી, જેઓ એશિયા કપ અને પાછલી સિરીઝથી સતત ટીમ સાથે રહ્યા છે, તેની ઇનિંગ્સ અને ટીમની સફળતા માટે. તેણે કહ્યું, "હું આ એવોર્ડ સમગ્ર સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું.
u19 world cup   vaibhav sooryavanshi બન્ચા  પ્લેયર ઓફ ધી મેચ
Advertisement
  • U19 World Cup માં ભારતના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું
  • વૈભવ સુર્યવંશીની તોફાની બેટિંગથી તેને બે એવોર્ડ આપવામાં આવ્યા
  • એવોર્ડની જાહેરાત બાદ વૈભવે તેના સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી

U19 World Cup : 2026 ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં, ભારતે 411 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ 311 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે, ભારત 100 રનથી વર્લ્ડ કપની અંતિમ મેચ જીતી ગયું છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપની આ ટાઇટલ જીત્યું છે, અને વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) ભારતની જીતનો હીરો સાબિત થયો છે.

ઇંગ્લેન્ડને ફાંફાંડ પડી ગયા (U19 World Cup)

વૈભવે જ એક ધમાકેદાર ઇનિંગ સાથે ભારતના 400થી વધુ રનના સ્કોરનો પાયો નાખ્યો હતો, અને ભારતે એટલો મોટો સ્કોર બનાવ્યો કે, ઇંગ્લેન્ડની ટીમને તેની નજીક પહોંચવામાં જ ફાંફાં પડી ગયા હતા. ભારતની જીત બાદ, વૈભવ સૂર્યવંશીને (Vaibhav Sooryavanshi) માત્ર 80 બોલમાં 175 રનની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ (Player Of The Match) અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (Player Of The Tournament) જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો ------ T20 World Cup 2026 : ભારતીય ટીમના ફાસ્ટ બોલરની Exit નક્કી

Advertisement

યોગદાનના આધારે સન્માન અપાયું (U19 World Cup)

વૈભવે (Vaibhav Sooryavanshi) આ સિઝનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. જો કે, તે એકંદરે બીજા ક્રમે રહ્યો છે, પરંતુ તેને તેના અભિગમ, નિર્ભય બેટિંગ અને ટીમમાં તેના યોગદાનના આધારે આ સન્માન આપવામાં આવ્યું છે. આટલા મોટા ઇવેન્ટમાં તેણે જે ઇનિંગ્સ રમી, તેનાથી સાબિત થયું કે, તે ભારતના ભવિષ્ય માટેનો ખેલાડી છે.

આ એવોર્ડ સપોર્ટ સ્ટાફને સમર્પિત

પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ થયા બાદ, વૈભવે (Vaibhav Sooryavanshi) કહ્યું કે, તેને ખૂબ સારું લાગ્યું. તેણે ટીમના સપોર્ટ સ્ટાફની મહેનતની પ્રશંસા કરી, જેઓ એશિયા કપ અને પાછલી સિરીઝથી સતત ટીમ સાથે રહ્યા છે, તેની ઇનિંગ્સ અને ટીમની સફળતા માટે. તેણે કહ્યું, "હું આ એવોર્ડ સમગ્ર સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું." તેણે ઉમેર્યું, "મારું મુખ્ય લક્ષ્ય વધુ પડતા દબાણથી બચવું અને મારી જાત પર વિશ્વાસ રાખવો અને પ્રક્રિયાને અનુસરવાનું હતું." તેણે કહ્યું, "મને ખબર છે કે હું મોટી મેચોમાં અને દબાણ હેઠળ પણ પ્રદર્શન કરી શકું છું, તેથી મેં આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને મારો વિશ્વાસ જાળવી રાખ્યો."

આ પણ વાંચો ------ India Won U19 World Cup : એક પણ મેચ હાર્યા વગર ભારતે જીત મેળવી

Tags :
Advertisement

.

×