India Won U19 World Cup : એક પણ મેચ હાર્યા વગર ભારતે જીત મેળવી
- India Won U19 World Cup, દુનિયામાં ભારતનો જલવો વિખેરાયો
- ભારતના મોટા લક્ષ્ય સામે ઇંગ્લેન્ડની ટીમ 40 ઓવરમાં જ ઓલઆઉટ
- આ સિરીઝમાં ભારત શરૂઆતથી એક પણ મેચ હાર્યું નથી
India Won U19 World Cup : ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમને 100 રનથી હરાવી છે. વૈભવ સૂર્યવંશીની (Vaibhav Sooryavanshi) સદી, અને પછી શાનદાર બોલિંગના કારણે ભારતે મેચ જીતી છે. આયુષ મ્હાત્રેની (Ayush Mhatre) કેપ્ટનશીપ હેઠળ, ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ફરી એકવાર ચેમ્પિયન બન્યું છે.
ટોસ જીતીને બેટિંગ પસંદ કરી (India Won U19 World Cup)
શુક્રવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડર-19 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થયો હતો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં 50 ઓવરમાં 9 વિકેટે 411 રન બનાવ્યા હતા. જીતવા માટે 412 રનનો લક્ષ્યાંક રાખનાર ઇંગ્લેન્ડ 40.2 ઓવરમાં 311 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું, અને મેચ હારી ગયું હતું.
View this post on Instagram
આ પણ વાંચો ------ U19 World Cup Final : ભારત બન્યું વિશ્ન વિજેતા, ઇંગ્લેન્ડને આપી પછડાટ
છઠ્ઠી વખત ટાઇટલ પોતાને નામ કર્યું (India Won U19 World Cup)
ભારતે આ સિઝનમાં તેની બધી સાત મેચ જીતી છે, એક પણ મેચ હાર્યા વગર ટાઇટલ પોતાને નામ કર્યું છે. ભારતે અગાઉ 2022 માં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, અને 2026 માં ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. 2026 પહેલા, ભારતે 2000, 2008, 2012, 2018 અને 2022 માં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ ખિતાબ જીતીને, આયુષ મ્હાત્રેએ વિરાટ કોહલી, મોહમ્મદ કૈફ, પૃથ્વી શો, યશ ધુલ અને ઉન્મુક્ત ચંદની બરાબરી કરી દીધી છે.
ભારતની ઇનિંગ્સમાં વૈભવે બનાવ્યા 175 રન
ભારત માટે, વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકારીને 175 રન બનાવ્યા છે. આયુષ મ્હાત્રેએ 53 રન બનાવ્યા છે. અભિજ્ઞાન કુંડુએ 31 બોલમાં 40 રન બનાવ્યા છે, અને કનિષ્ક ચૌહાણે 20 બોલમાં 37 રન બનાવ્યા છે. એરોન જ્યોર્જે 9, ખિલાન પટેલે 3 અને હેનિલ પટેલે 5 રન બનાવ્યા છે. દીપેશ દેવેન્દ્રન અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ મિન્ટોએ 3 વિકેટ લીધી હતી. એલેક્સ ગ્રીન અને સેબેસ્ટિયન મોર્ગને 2-2 વિકેટ લીધી, જ્યારે મેની લમ્સડેને 1 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડની ઇનિંગ્સ, કેલેબ ફોકનરની સદી
ઇંગ્લેન્ડના ઓપનર બેન ડોકિન્સે 66 રન બનાવ્યા છે, જ્યારે જોસેફ મૂર્સે 17 રન બનાવ્યા છે. ત્યારબાદ બેન મેયસે સંઘર્ષ કર્યો અને 45 રનમાં પોતાની વિકેટ ગુમાવી છે. કેપ્ટન થોમસ રીવ 31 રન બનાવીને આઉટ થયા છે, જ્યારે રાલ્ફી આલ્બર્ટ અને સેબેસ્ટિયન મોર્ગન કોઈ રન બનાવી શક્યા નહીં. ફરહાન અહેમદે એક વિકેટ ગુમાવી છે. કેલેબ ફોકનરે 26 બોલમાં છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી, અને પછી 63 બોલમાં સદી ફટકારી હતી. ભારત તરફથી આરએસ એમ્બ્રીસે 3 વિકેટ, દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે 2-2 વિકેટ જ્યારે કેલેન પટેલ અને આયુષ મ્હાત્રેએ એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો ----- આ બેટ્સમેન ટીમ ઈન્ડિયામાં જલ્દી જ કોઇનું પત્તુ કાપશે! રન બનાવે છે કે ગુસ્સો કાઢે છે?


