Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

T20 World Cup 2026 : ભારતના પૂર્વ કોચના શિરે શ્રીલંકાની ટીમના નેતૃત્વની જવાબદારી

વિક્રમ રાઠોર પાંચ વર્ષ સુધી ભારતીય પુરુષ ટીમ સાથે કામ કરી ચૂક્યા છે. 2024 T20 વર્લ્ડ કપ પછી તેમણે ટીમ છોડી દીધી હતી. 2025 માં, રાઠોર રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ હતા. તે પંજાબ કિંગ્સ કોચિંગ ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે. 56 વર્ષીય વિક્રમ રાઠોરે 1996 થી 1997 દરમિયાન ભારત માટે છ ટેસ્ટ અને સાત વનડે રમી હતી
t20 world cup 2026   ભારતના પૂર્વ કોચના શિરે શ્રીલંકાની ટીમના નેતૃત્વની જવાબદારી
Advertisement
  • ભારતી ટીમના પૂર્વ કોટને શ્રીલંકાની ટીમમાં મોટી જવાબદારી સોંપાઇ
  • વિક્રમ રાઠોડને ટી 20 વર્લ્ડ કપ માટેનું નેતૃત્વ આપવામાં આવ્યું
  • વિક્રમ રાઠોડ સાથે લસિથ મલિંગાની પણ નિયુક્તિ કરવામાં આવી

Indian Team Ex. Coach Vikram Rathour To Lead Sri Lanka Team : ભારતના T20 વર્લ્ડ કપ 2026 ની સહ-યજમાન ટીમ શ્રીલંકાએ ટુર્નામેન્ટ પહેલા તેની કોચિંગ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. શ્રીલંકાએ પૂર્વ ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોરને તેના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે રાઠોડને ફક્ત 2026 T20 વર્લ્ડ કપ માટે બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વિક્રમ રાઠોર લાંબા સમયથી ભારતીય ટીમ સાથે બેટિંગ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે, વિક્રમ રાઠોર ભારતીય ટીમના બેટિંગ કોચ હતા. વિક્રમ રાઠોડ 15 જાન્યુઆરી સુધીમાં શ્રીલંકન ટીમમાં જોડાય તેવી અપેક્ષા છે.

બોલિંગને મજબૂત બનાવવા મલિંગા કન્સલ્ટન્ટ

વિક્રમ રાઠોર પાંચ વર્ષ સુધી ભારતીય પુરુષ ટીમ સાથે કામ કરી ચૂક્યા છે. 2024 T20 વર્લ્ડ કપ પછી તેમણે ટીમ છોડી દીધી હતી. 2025 માં, રાઠોર રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ હતા. તે પંજાબ કિંગ્સ કોચિંગ ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે. 56 વર્ષીય વિક્રમ રાઠોરે 1996 થી 1997 દરમિયાન ભારત માટે છ ટેસ્ટ અને સાત વનડે રમી હતી. શ્રીલંકાએ 2026 ના T20 વર્લ્ડ કપ માટે બોલિંગને મજબૂત બનાવવા માટે પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ફાસ્ટ બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

Advertisement

કોચિંગ સ્ટાફમાં વધારો થયો

શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ સનથ જયસૂર્યા છે, જે પૂર્વ કેપ્ટન અને તેમના સમયના સૌથી વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનોમાંના એક છે. મલિંગા અને રાઠોડના ઉમેરાથી શ્રીલંકાના કોચિંગ સ્ટાફમાં નોંધપાત્ર વધારો થયો છે. જે શ્રીલંકાના પક્ષમાં પરિણમે છે કે, કેમ તે ટુર્નામેન્ટ પછી જ ખબર પડશે.

Advertisement

સેમિફાઇનલ માટે દાવેદાર માનવામાં આવતું નથી

સહ-યજમાન શ્રીલંકા ચોક્કસપણે T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જવાનો પ્રયાસ કરશે. તેમના વર્તમાન ફોર્મને જોતાં, શ્રીલંકાને સેમિફાઇનલ માટે દાવેદાર માનવામાં આવતું નથી, પરંતુ તેમની પાસે ચોક્કસપણે અંતિમ ચાર અથવા તો ફાઇનલ્સમાં પહોંચવાની ક્ષમતા છે, તેવી લોકચર્ચા છે. લસિથ મલિંગાની કેપ્ટનશીપ હેઠળ, શ્રીલંકાએ વર્ષ 2014 નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જેમાં ફાઇનલમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો -------  Vadodara Airport પર King Kohli ને જોવા ભીડ ઉમટી, ODI પહેલા ખેલાડીઓનું આગમન

Tags :
Advertisement

.

×