ભારતીય ક્રિકેટરનો દીકરો છોકરામાંથી બની ગયો છોકરી!
- ક્રિકેટનો દીકરો બન્યો છોકરામાંથી છોકરી
- સંજય બાંગરનો દીકરો આર્યન બની ગયો અનાયા
- તેણે સેક્સ ટ્રાન્સફોર્મેશન સર્જરી કરાવી
Shocking News about Sanjay Bangar's son Aryan : પ્રખ્યાત ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર, આર્યન બાંગર, હવે પોતાની જીવનયાત્રામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરીને અનાયા બાંગર તરીકે ઓળખ મેળવી રહ્યા છે. તેમના જીવનના આ નવા પ્રકરણમાં, તેણે સેક્સ ટ્રાન્સફોર્મેશન સર્જરી કરાવી છે અને આ સર્જરીની સાથે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) પણ લઈ રહ્યા છે. તેઓ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો અનુભવ અને આ ફેરફાર વિશેની પોતાની ભાવનાઓ શેર કરી રહ્યા છે. અનાયાએ આ પ્રક્રિયાની વ્યાખ્યા આપતાં કહ્યું, "હું શક્તિ ગુમાવી રહી છું, પરંતુ ખુશી મેળવી રહી છું, શરીર બદલાઈ રહ્યું છે, ડિસફોરિયા ઘટી રહ્યો છે... હજી ઘણી લાંબી મુસાફરી કાપવાની છે, પરંતુ દરેક પગલું મને મારા જેવું લાગે છે." આ સંદેશાને કારણે ઘણા લોકો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
અનાયાની આ સફર સરળ નહોતી
અનાયાની આ સફર સરળ નથી. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી માટે તેણે મોટું ત્યાગ કરવું પડ્યું છે, જેમાં તેણે તેના શારીરિક સ્નાયુ અને એથ્લેટિક ક્ષમતાઓનો નાશ થતાં જોયો છે. તેની આ દશામાં, પરિવર્તનનો અનુભવ અને વિકલ્પો મેળવવા માટેનો ઉત્સાહ તેમને વધુ મજબૂત બનાવે છે. અનાયાએ સોશિયલ મીડિયા પર આ વાતનો ઊંડાણપૂર્વક ઉલ્લેખ કર્યો છે કે, "હું શક્તિ ગુમાવી રહી છું, પરંતુ ખુશી મેળવી રહી છું. શરીર બદલાઈ રહ્યું છે, ડિસફોરિયા ઘટી રહી છે... હજી લાંબી મુસાફરી છે, પરંતુ દરેક પગલું મને મારા જેવું લાગે છે." જણાવી દઇએ કે, અનાયા બાંગરના જીવનમાં ક્રિકેટનો રસ નાની ઉંમરે જ છવાયો હતો.
તેમના પિતા સંજય બાંગરે ભારતનું પ્રતિનિધિત્વ 12 ટેસ્ટ અને 15 વનડે મેચોમાં કર્યું છે, અને તેઓ આ ભવ્ય કારકિર્દીથી પ્રેરાઈને ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા રાખી હતી. 23 ઓગસ્ટના રોજ શેર કરેલા એક પોસ્ટમાં અનાયાએ પોતાના પિતા પ્રત્યેના આદર અને પ્રશંસાને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "નાની ઉંમરે જ મે મારા પિતાને કોચિંગ અને રમતમાં શ્રેષ્ઠતા માટે ખૂબ જ કર્તવ્યનિષ્ઠતા સાથે કોચિંગ કરતા જોયા છે. તેમનું સમર્પણ અને લક્ષ્યપ્રાપ્તિ માટેની ઇચ્છા મને ખૂબ જ પ્રેરણાદાયક લાગી."
ક્રિકટથી દૂર થવાનો નિર્ણય
અનાયાને HRT માટે સાહસ કરવું પડ્યું, જેના કારણે તેમના શારીરિક બનાવમાં બદલાવ આવ્યો. તે કહે છે કે આ થેરાપીથી શરીર સ્નાયુ, શક્તિ અને એથ્લેટિક કૌશલ્યો તે ગુમાવી રહી છે, જેના પર તેઓ નિર્ભર રહેતા હતા. આ રમત હવે તેમના માટે મુશ્કેલ બની ગઈ છે, કારણ કે આ શારીરિક તફાવતને કારણે ક્રિકેટ રમવા માટે તેઓની અગાઉની શક્તિ ઓછી થઈ ગઈ છે.
આ પણ વાંચો: ICC Pitch Rating : કાનપુર આઉટફિલ્ડને લઇને ICC ની કડક કાર્યવાહી! આપ્યું અસંતોષકારક રેટિંગ