Vadodara Airport પર King Kohli ને જોવા ભીડ ઉમટી, ODI પહેલા ખેલાડીઓનું આગમન
- વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI મેચ રમાશે
- મેચ પૂર્વે વડોદરામાં ભારતીય ટીમના ખેલાડીઓનું આગમન
- વિરાહ કોહલીને જોવા એરપોર્ટ પર પડાપડી થઇ ગઇ
Virat Kohli Arrive At Vadodara Airport : આગામી 11 જાન્યુઆરીથી વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા ક્રિકેટ એસો.ના કોટંબી ખાતેના મેદામાં આ મેચ રમાનાર છે. ત્યારે મેચ પહેલા વડોદરા એરપોર્ટ પર ભારતીય ટીમના ખેલાડીઓનું આગમન શરૂ થઇ ગયું છે. આજે બપોરે ભારતીય ક્રિકેટ ટીમના કિંગ ગણાતા વિરાટ કોહલીનું આગમન થયું છે. વિરાટ કોહલીની એક ઝલક પામવા માટે એરપોર્ટ પર રીતસરની પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. એરપોર્ટ કોહલી કોહલીની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ક્રેકેટ ફેન્સની હાજરીને પગલે એરપોર્ટ બહાર લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. અને કોહલીને એરપોર્ટ બહારથી લઇને તેની કાર સુધી બેસાડવામાં સિક્યોરીટીને ભારે પરસેવો પડ્યો હતો.
વડોદરા એરપોર્ટ પર કિંગ કોહલીનું આગમન
‘કોહલી-કોહલી’ની બૂમો સાથે ફેન્સે કર્યું ભવ્ય સ્વાગત
વિરાટ કોહલીને જોવા મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા
કોહલીની એક ઝલક મેળવવા લોકોએ પડાપડી કરી
તમામ પ્લેયર્સ એક પછી એક વડોદરા એરપોર્ટ પર આવશે
એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી@imVkohli… pic.twitter.com/kuurqX7BRl— Gujarat First (@GujaratFirst) January 7, 2026
ક્રિકેટ સ્ટારની ઝલક પામવા માટે આતુર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચની સિરીઝ રમાનાર છે. આ સિરીઝની પ્રથમ મેચ બરોડા ક્રિકેટ એસો.ના કોટંબી ખાતેના સ્ટેડિયમમાં રમાનાર છે. હવે મેચને જૂજ દિવસો બાકી છે, ત્યારે ખેલાડીઓનું શહેરમાં આગમન શરૂ થઇ ગયું છે. આજે ભારતીય ક્રિકેટ ટીમના કિંગ ગણાતા વિરાટ કોહલી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બપોરના સમયે કિંગ કોહલીના આગમનને પૂર્વે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ એરપોર્ટ બહાર પહોંચી ગયા હતા. અને પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટારની ઝલક પામવા માટે આતુર હતા.
લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
વિરાટ કોહલીની એન્ટ્રી થતા જ કોહલી કોહલીની ચીચીયારીઓથી વડોદરા એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. વિરાટ કોહલીની એક ઝલક પામવા, અને વિરાટ કોહલીની એન્ટ્રીને પોતાના ફોનમાં કેદ કરવા માટે રીતસરની પડાપડી થઇ ગઇ હતી. જો કે, એરપોર્ટ બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરાટ કોહલીને એરપોર્ટ બહારથી લઇને તેની કારમાં બેસાડવા સુધીમાં સિક્યોરીટીનને ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના એક પછી એક તમામ ખેલાડીઓનું વડોદરામાં આગમન થનાર છે, અને બાદમાં તેઓ પ્રેક્ટિસ સેશનમાં જોડાશે, તેવું સુત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો -------- બાંગ્લાદેશ ગમે તેવા ધમપછાડા કરે, વર્લ્ડકપ રમવા તો ભારતમાં જ આવવું પડશે..!


