Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

પૂર્વ ક્રિકેટર Harbhajan Singh ના PCB અને Bangladesh પર આકરા પ્રહાર

પૂર્વ ઓફ-સ્પિનર ​​Harbhajan Singh એ જણાવ્યું કે, "પાકિસ્તાન કાદવવાળા પાણીમાં માછીમારી કરવાની રમત રમી રહ્યું છે. તેઓ પહેલાથી જ શ્રીલંકામાં રમી રહ્યા છે. આ તેનાથી સંબંધિત નહોતું. જ્યાં જરૂર ના હોય ત્યાં દખલ શા માટે કરવી ? છેવટે, બાંગ્લાદેશ અને તેના ખેલાડીઓ જ પીડાશે. વર્લ્ડ કપમાં ભાગ ન લઈ શકતા ખેલાડીઓનું નુકસાન ખૂબ મોટું છે.''
પૂર્વ ક્રિકેટર harbhajan singh ના pcb અને bangladesh પર આકરા પ્રહાર
Advertisement
  • Bangladesh જોડેના વિવાદમાં PCB એ ઝંપલાવતા મામલો ગરમાયો
  • ભારતમાં ક્રિકેટ નહીં રમવાની જીદે Bangladesh ટી 20 મેચમાંથી બહાર ફેંકી દેવાયું
  • આ બાદ પીસીબીના મોહસીન નકવીએ ચોંકાવનારુ નિવેદન આપીને વિવાદ વધાર્યો

Indian Ex. Cricketer Harbhajan Singh Slam PCB And Bangladesh : રાજકીય અને રાજદ્વારી મુદ્દાઓથી ઉદ્ભવતા વણઉકેલાયેલા દ્વિપક્ષીય તણાવને કારણે, બાંગ્લાદેશને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા 2026ના T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોહસીન નકવીએ શનિવારે જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં તેમના દેશની ભાગીદારી સરકારી સલાહ પર આધારિત રહેશે, જે દર્શાવે છે કે, દેશ બાંગ્લાદેશ સાથે એકતામાં દર્શાવતા પાકિસ્તાન પણ ટુર્નામેન્ટમાંથી ખસી શકે છે, જેનાથી થોડા સમય માટે સમસ્યાઓ વધુ વકરી શકે છે (Indian Ex. Cricketer Harbhajan Singh Slam PCB And Bangladesh). આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે આકરા પ્રહારો કર્યા છે.

Advertisement

આ પણ વાંચો ------- Yuzvendra Chahal Dating rumor : યુઝવેન્દ્ર ચહલ ફરી પ્રેમમાં? RJ મહવિશને છોડી હવે આ એક્ટ્રેસ સાથે દેખાયો

Advertisement

'કાદવવાળા પાણીમાં માછીમારી...' (Harbhajan Singh Slam PCB And Bangladesh)

ભારતીય ટીમના પૂર્વ ઓફ-સ્પિનર ​​હરભજન સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, "પાકિસ્તાન કાદવવાળા પાણીમાં માછીમારી કરવાની રમત રમી રહ્યું છે. તેમણે કહ્યું, "તેઓ પહેલાથી જ શ્રીલંકામાં રમી રહ્યા છે. આ તેનાથી સંબંધિત નહોતું. જ્યાં જરૂર ના હોય ત્યાં દખલ શા માટે કરવી ? છેવટે, બાંગ્લાદેશ અને તેના ખેલાડીઓ જ પીડાશે." વર્લ્ડ કપમાં ભાગ ન લઈ શકતા ખેલાડીઓનું નુકસાન ખૂબ મોટું છે. અત્રે નોંધનીય છે કે, એક સમયે તટસ્થ માનવામાં આવતું બાંગ્લાદેશ હવે એવું રહ્યું નથી (Indian Ex. Cricketer Harbhajan Singh Slam PCB And Bangladesh).

"બાંગ્લાદેશ આ સીધું કહેવું જોઈતું ન હતું..." (Harbhajan Singh Slam PCB And Bangladesh)

હરભજને વધુમાં કહ્યું કે, તે BCB માટે "અહંકારનો મુદ્દો" બની ગયો, જેણે ઉકેલ લાવવાને બદલે આક્રમક રણનીતિ અપનાવવાની ભૂલ કરી. "ભારત આવવા માટે 'ના' કહેતા પહેલા, તેમણે ICC સાથે વાતચીત માટે દરવાજા ખુલ્લા રાખવા જોઈતા હતા," હરભજને આગળ કહ્યું કે. નકવીને બહિષ્કારની ધમકી આપવાનો કોઈ અધિકાર નથી (Indian Ex. Cricketer Harbhajan Singh Slam PCB And Bangladesh). ક્રિકેટના દૃષ્ટિકોણથી, બાંગ્લાદેશ ટીમ પાસે ભારતીય પીચો પર સારું પ્રદર્શન કરવાની વધુ સારી તક હતી, કારણ કે, તેમની પાસે સારા સ્પિનરો છે. "જો T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયામાં રમાયો હોત, તો તેમના જીતવાની કોઈ શક્યતા ન હોત, પરંતુ અહીં તેઓ બીજા રાઉન્ડમાં પહોંચી શક્યા હોત, અને સુપર આઠમાં પણ કેટલોક અપસેટ સર્જી શક્યા હોત," હરભજને અંગે કહ્યું, આમાં ફક્ત બાંગ્લાદેશને નુકસાન છે.

આ પણ વાંચો ------  Pakistan Squad T20 World Cup 2026 :T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત,બાબર ઇન,હરિસ આઉટ!

Tags :
Advertisement

.

×