લગ્નની અટકળો વચ્ચે ભારતની સ્ટાર ખેલાડી Smriti Mandhana ની મોટી કબૂલાત!
- ભારતની સ્ટાર ખેલાડી Smriti Mandhana ની મોટી કબૂલાત!
- સ્મૃતિ મંધાનાએ કબૂલ્યું લગ્ન થઈ ચૂક્યાં છે કેન્સલ
- 'મારે એ કબૂલવું રહ્યુ્ં કે મારા લગ્ન રદ્દ થઈ ચૂક્યા છે'
- આ પ્રકરણનો અહીં જ અંત આવે છેઃ સ્મૃતિ મંધાના
- 'મારું એકમાત્ર ફોકસ દેશ માટે ક્રિકેટ રમવાનું છે'
Smriti Mandhana big confession : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર અને રાષ્ટ્રીય આઇકન સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં એક મોટો અને ભાવનાત્મક ખુલાસો કર્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમના અંગત જીવન વિશે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં, સ્મૃતિએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી છે કે સંગીતકાર પલાશ મુચ્છલ સાથે થનારા તેમના લગ્ન રદ્દ થઈ ચૂક્યા છે. સ્મૃતિની આ જાહેરાતથી તેમના ચાહકો અને ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે, પરંતુ તેણે પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. હવે તેમનું એકમાત્ર ફોકસ દેશ માટે ક્રિકેટ રમવા પર છે.
અચાનક આવેલી મુશ્કેલી અને અટકળોનો દોર
સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન 22 નવેમ્બરના રોજ યોજાવાના હતા. જોકે, લગ્નના દિવસે અણધારી ઘટનાઓ બની હતી, જેના કારણે સમારોહ મુલતવી રાખવો પડ્યો હતો. પહેલા સ્મૃતિના પિતાની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, અને પાછળથી પલાશ મુચ્છલને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બેવડી સ્વાસ્થ્ય કટોકટીના કારણે લગ્ન શક્ય બન્યા નહોતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને મીડિયામાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન ન આવતા, અલગ-અલગ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
Cricketer Smriti Mandhana posts on Instagram, "...I am a very private person and I would like to keep it that way but I need to clarify that the wedding is called off. I would like to close this matter here and implore all of you to do the same. I request you to please respect… pic.twitter.com/yzCPxO8ePm
— ANI (@ANI) December 7, 2025
Smriti Mandhana નું નિખાલસ નિવેદન
જોકે, આ તમામ અટકળોનો અંત લાવવા માટે, સ્મૃતિ મંધાનાએ પોતે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે. સ્મૃતિએ જણાવ્યું કે તે એક 'ખૂબ જ ખાનગી વ્યક્તિ' છે અને હું તેને આ રીતે રાખવા માંગુ છું, પરંતુ આ સમયે સ્પષ્ટતા કરવી જરૂરી હતી. સ્મૃતિએ પોતાના નિવેદનમાં લખ્યું, "છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે. મારે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે લગ્ન રદ કરવામાં આવ્યા છે. હું આ વાત પર પૂર્ણવિરામ મૂકવા માંગુ છું અને હું દરેકને એવું જ કરવા વિનંતી કરું છું." તેમણે આગળ વધીને બંને પરિવારોની ગોપનીયતાનો આદર કરવા અને તેમને આ કપરા સમયમાં આગળ વધવા માટે સમય આપવા વિનંતી કરી.
ભવિષ્યનું લક્ષ્ય
આ અંગત નિરાશાજનક ઘટના વચ્ચે પણ, સ્મૃતિ મંધાનાએ એક પ્રોફેશનલ એથ્લીટ તરીકેની પોતાની પ્રતિબદ્ધતાને પુનર્સ્થાપિત કરી છે. તેણે ભારપૂર્વક જણાવ્યું કે તેનું લક્ષ્ય દેશ માટે સારું પ્રદર્શન કરવાનું રહ્યું છે. તેણે આગળ કહ્યું કે, "મારું લક્ષ્ય હંમેશા મારા દેશ માટે સારું પ્રદર્શન કરવાનું રહ્યું છે. હું આશા રાખું છું કે હું લાંબા સમય સુધી ભારત માટે રમવાનું અને ટ્રોફી જીતવાનું ચાલુ રાખીશ, અને હું હંમેશા તેના પર મારું ધ્યાન કેન્દ્રિત કરીશ."
ભારતે ODI ક્રિકેટમાં 14 સદી ફટકારી
સ્મૃતિ મંધાનાને ભારતની શ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે અને તેણે એકલા હાથે ઘણી મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી છે. મંધાનાએ ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં કુલ 5,322 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 34 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3,982 રન બનાવ્યા છે. તેણે 7 ટેસ્ટ મેચમાં કુલ 629 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : Smriti Mandhana Father Discharged : સ્મૃતિ મંધાનાના પિતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, લગ્નની નવી તારીખ?


