Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Cricket માં Comeback નો શ્રેય પત્નીને આપતા Suryakumar Yadav, જાણો શું કહ્યું

વીડિયોમાં, Suryakumar Yadav એ પોતાના ફોર્મ વિશે વાત કરતા કહ્યું કે, "ક્યારેક, જ્યારે હું ઘરે જાઉં છું, ત્યારે મારા ઘરે એક કોચ બેઠો હોય છે, જેની સાથે મેં લગ્ન કર્યા છે. તે મને મારા માટે સમય કાઢવાનું કહેતી રહે છે. તેણીએ મને ખૂબ નજીકથી જોયો છે, તેથી તે મારા મનને જાણે છે. તેથી મેં તેમની સલાહનું પાલન કર્યું.
cricket માં comeback નો શ્રેય પત્નીને આપતા suryakumar yadav  જાણો શું કહ્યું
Advertisement
  • Cricketer Suryakumar Yadav ગતરોજની મેચમાં ફુલફોર્મમાં જોવા મળ્યા
  • મેચ બાદના વાર્તાલાપમાં તેમણે સફળતાનો શ્રેય પત્ની Devisha Shetty ને આપ્યો
  • મારા ઘરે પણ એક કોચ બેઠો છે, જેની સાથે મેં લગ્ન કર્યા છે - Cricketer Suryakumar Yadav

Cricketer Suryakumar Yadav Gives Credit To Wife Devisha Shetty For Comeback : કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Cricketer Suryakumar Yadav) અને ઇશાન કિશનની આક્રમક ઇનિંગ્સના બળે ભારતે શુક્રવારે પાંચ મેચની શ્રેણીની બીજી T20I મેચમાં રેકોર્ડ 28 બોલ બાકી રાખીને ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં 468 દિવસ પછી, સૂર્યાએ T20I ક્રિકેટમાં અડધી સદી ફટકારી પોતાનું કમબેક કર્યું છે. સૂર્યાની 82 રનની ઇનિંગ્સે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સૂર્યા સાથે, ઇશાન કિશનને પણ 76 રન બનાવ્યા છે, અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે. સાથે મળીને, તેઓએ ત્રીજી વિકેટ માટે મેચવિનિંગ 122 રનની ભાગીદારી કરી હતી, જેનાથી ભારતને રન ચેઝમાં શરૂઆતના પરાજયમાંથી બહાર આવવામાં, અને જીત મેળવવામાં મદદ મળી છે. બીજી T20I માં વિજય બાદ, સૂર્યકુમાર યાદવે ઇશાન કિશન સાથે તેના ફોર્મમાં પાછા ફરવા વિશે વાત કરી છે. BCCI એ સોશિયલ મીડિયા પર તેમની વાતચીતનો એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો ------- પલાશ મુચ્છલ બીજી મહિલા સાથે પકડાયો હતો? મિત્ર વિદ્યાન માનેના ગંભીર આરોપ

Advertisement

મેં તેમની સલાહનું પાલન કર્યું

વીડિયોમાં, સૂર્યાએ પોતાના ફોર્મ વિશે વાત કરતા કહ્યું કે, "ક્યારેક, જ્યારે હું ઘરે જાઉં છું, ત્યારે મારા ઘરે એક કોચ બેઠો હોય છે, જેની સાથે મેં લગ્ન કર્યા છે. (Cricketer Suryakumar Yadav Give Credit To Wife Devisha Shetty For Comeback) તે મને મારા માટે સમય કાઢવાનું કહેતી રહે છે. તેણીએ મને ખૂબ નજીકથી જોયો છે, તેથી તે મારા મનને જાણે છે. તેથી મેં તેમની સલાહનું પાલન કર્યું અને કાળજીપૂર્વક રમ્યો, મારી ઇનિંગ્સમાં થોડો સમય મારા માટે કાઢવાનું વિચાર્યું હતું, મેં છેલ્લી મેચમાં અને આ મેચમાં પણ આવું જ કર્યું હતું."

Advertisement

સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહ્યો

કેપ્ટન સૂર્યાએ આગળ કહ્યું કે, "હું લોકોને કહેતો હતો કે, હું નેટમાં સારી બેટિંગ કરી રહ્યો છું, પરંતુ તે આત્મવિશ્વાસ ત્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી તમે મેચોમાં રન ન બનાવો. મને 2-3 દિવસનો સારો આરામ મળ્યો, હું ઘરે ગયો અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહ્યો હતો, મેં છેલ્લા ત્રણ અઠવાડિયામાં સારી પ્રેક્ટિસ કરી, તેથી હું યોગ્ય માઇન્ડ સેટમાં આવ્યો છું."

આ પણ વાંચો -------  Bangladesh Out of T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માંથી બાંગ્લાદેશ બહાર, ICC એ આ ટીમની એન્ટ્રી પર મારી મહોર

Tags :
Advertisement

.

×