Asia Cup 2025 : હોકીમાં ભારતની શાનદાર જીત,ચીનને 4-3થી હરાવ્યું
- ભારતીય હોકી ટીમે એશિયા કપમાં પ્રથમ જીત (Asia Cup 2025 )
- ભારતીય હોકી ટીમે ચીનને 4-3થી હરાવ્યું
- ભારત તરફથી હરમનપ્રીત સિંહે 3 ગોલ કર્યા
Asia Cup 2025 : ભારતીય હોકી ટીમે એશિયા કપ 2025 (Asia Cup 2025)માં જીત સાથે (India vs Chin)શાનદાર શરૂઆત કરી છે. ભારતીય હોકી ટીમે (India hockey team) પહેલી જ મેચમાં ચીનને 4-3થી હરાવ્યું છે. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 3 ગોલ કર્યા હતા. બિહારના રાજગીરમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો 3-3ના સ્કોરથી બરાબરી પર હતી. ત્યાર બાદ ભારતે ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કરતા વિપક્ષી ટીમ પર 4-3થી લીડ બનાવી હતી. જે છેલ્લી સુધી જળવાઈ રહી હતી. હવે ભારતીય ટીમ પોતાની આગામી મેચ 31 ઓગસ્ટે જાપાન સામે રમશે.
પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમ પર ચીને દબાણ બનાવ્યું (Asia Cup 2025 )
મેચના પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમ પર ચીને દબાણ બનાવ્યું હતુ. દુ શિંહાઓએ 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ ફટકારી ચીની ટીમને 1-0થી લીડ અપાવી હતી. ત્યાર બાદ બીજા ક્વાર્ટરની ત્રીજી મિનિટે જુગરાજ સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ ફટકારી ભારતીય ટીમને બરાબરી અપાવી. એ જ ક્વાર્ટરમાં પાંચમી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પણ ગોલ કર્યો જેથી ભારતે 2-1થી લીડ મેળવી લીધી. હાફટાઇમ આ જ સ્કોર રહ્યો.
આ પણ વાંચો -National Sports Day : નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે કોર્નર પર ગોલ કર્યો (Asia Cup 2025 )
ત્યાર બાદ ત્રીજા ક્વાર્ટરની ત્રીજી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને 3-1થી લીડ અપાવી દીધી. જો કે થોડી મિનિટમાં ચેન બેનહાઈએ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો. ગાઓ જિશેંગે ત્રીજા ક્વાર્ટરમાં 11મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 3-3 પર બરાબર કરી દીધો. ત્યાર બાદ ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં બીજી મિનિટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને 4-3ની નિર્ણાયક લીડ અપાવી.
આ પણ વાંચો -Asia Cup 2025 : ભારત-પાકિસ્તાન મેચ અંગે UAE ક્રિકેટ બોર્ડનું ચોંકાવનારું નિવેદન
એશિયા કપ હોકી ભારત ત્રણવાર પોતાના નામે કર્યું
નોંધનીય છે કે, એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની આ 12મી એડિશન છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં ત્રણવાર એશિયા કપ હોકી ટુર્નામેન્ટ પોતાના નામે કરી ચૂકી છે. ભારતીય ટીમે 2003, 2007 ને 2017માં ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાની ટીમે પણ ત્રણવાર (1982, 1985, 1989) એશિયા કપમાં વિજેતા રહી ચૂકી છે. સાઉથ કોરિયાએ સૌથી વધુ પાંચવાર (1994, 1999, 2009, 2013, 2022) એશિયા કપ જીત્યો છે.