Paris Paralympics 2024 માં આજે ભારતનો ગોલ્ડન ડે, સુમિત અંતિલે જ્વેલિન થ્રોમાં જીત્યો Gold
- પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો ગોલ્ડન ડે
- ભારતના સુમિત અંતિલ જ્વેલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ
- ભારતના એક જ દિવસમાં બબ્બે ગોલ્ડ મેડલ
- સુમિત અંતિલે 70.59 મીટરનો રેકૉર્ડ થ્રો કરી જીત્યો ગોલ્ડ
- ટોક્યો બાદ પેરિસમાં પણ ગોલ્ડ જીતી સુમિતનું ગોલ્ડન ડબલ
Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. હવે સુમિત અંતિલે મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. સુમિતે તેના બીજા પ્રયાસમાં 70.59 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિત અંતિલનો આ થ્રો પેરાલિમ્પિક ગેમ્સ (F64 શ્રેણી)ના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ થ્રો હતો. સુમિતના ગોલ્ડ મેડલ સાથે વર્તમાન પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 3 Gold, 5 Silver અને 6 Bronze Medal જીત્યા છે.
ફાઇનલમાં સુમિત અંટિલનું પ્રદર્શન
- પ્રથમ થ્રો- 69.11 મીટર
- બીજો થ્રો- 70.59 મીટર
- ત્રીજો થ્રો- 66.66 મીટર
- ચોથો થ્રો-ફાઉલ
- પાંચમો થ્રો- 69.04 મીટર
- છઠ્ઠો ફેંક - 66.57 મીટર
શ્રીલંકાના ડુલાન કોડિથુવાક્કુ (67.03 મીટર)એ સિલ્વર અને ઓસ્ટ્રેલિયાના મિશેલ બુરિયન (64.89 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતનો સંદીપ ચૌધરી (62.80 મીટર) ચોથા ક્રમે રહ્યો હતો. F64 ઇવેન્ટમાં, એથ્લેટ્સ કૃત્રિમ પગ સાથે ઉભા રહીને સ્પર્ધા કરે છે. આ મેચમાં સુમિત અંટિલે પોતાનો જ પેરાલિમ્પિક રેકોર્ડ તોડ્યો હતો. તેણે પ્રથમ પ્રયાસમાં 69.11 મીટર થ્રો કર્યો, જે નવો પેરાલિમ્પિક રેકોર્ડ હતો. આ પછી, બીજા પ્રયાસમાં તેણે ફરી એકવાર 70.59 મીટર ભાલો ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો. સુમિતે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ (Third Gold Medal) છે. સુમિત પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમાર પણ ગોલ્ડ (Gold) જીતવામાં સફળ રહ્યા હતા. દિલ્હીની રામજસ કોલેજનો વિદ્યાર્થી અંતિલ અકસ્માત પહેલા કુસ્તીબાજ હતો. અકસ્માત બાદ તેનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કાપવો પડ્યો હતો. તેના ગામના એક પેરા એથ્લેટે તેને 2018માં આ રમત વિશે જણાવ્યું હતું.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ
- અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
- મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
- પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
- મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
- રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
- પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
- નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)
- યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)
- નિતેશ કુમાર (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)
- મનીષા રામદાસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
- તુલાસિમથી મુરુગેસન (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
- સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)
- શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) – બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન
- સુમિત અંટિલ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)