Indonesia Masters 2026 : P V. Sindhu અને Srikanth Kidambi ની જીત, બીજા રાઉન્ડમાં એન્ટ્રી
- હાલ ઇન્ડોનેશિયામાં બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાઇ રહી છે
- ભારતના બેડમીન્ટન સ્ટાર પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે પહેલા રાઉન્ડમાં જીત મેળવી
- બંનેની શરૂઆત અને મીડ ગેમમાં પરફોર્મન્સ થોડુંક નિરાશાજનક રહ્યું હતું, અંતે જીત મળી
Indonesia Masters 2026 : ભારતના સ્ટાર શટલર પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2026 ના પહેલા રાઉન્ડમાં શાનદાર જીત સાથે આગળ વધી ગયા છે. સિંધુએ જાપાનની મનામી સુઇઝુને સીધી ગેમમાં 22-20, 21-18 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સિંધુની પહેલી ગેમમાં નિરાશાજનક શરૂઆત રહી હતી, મિડ-ગેમ બ્રેક સુધી તે 2-11 થી પાછળ રહી ગઈ હતી. જો કે, તેણે સતત છ પોઈન્ટ મેળવીને 22-20 થી ગેમ જીતી લીધી છે. બીજી ગેમમાં, તેણે શરૂઆતથી જ પોતાની લીડ જાળવી રાખી, અને અંતે 21-18 થી જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં, સિંધુનો સામનો ડેનમાર્કની લાઇન કીર્સફેલ્ડ્ટ અથવા ચીનની હાન કિઆન શી સામે થશે.
View this post on Instagram
રમત પર પોતાની પકડ માટે સંઘર્ષ કર્યો
આ દરમિયાન, કિદામ્બી શ્રીકાંત જાપાનની કોકી વાતાનાબેને 21-15, 21-23, 24-22 થી હરાવીને આગળના રાઉન્ડમાં પહોંચ્યો છે. શ્રીકાંત તેના આક્રમક શોટ્સથી પહેલી ગેમ સરળતાથી જીતી ગયો હતો. શ્રીકાંતે બીજી ગેમમાં કેટલીક ભૂલો કરી, અને વાતાનાબેએ તેને 23-21થી જીતી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં 7-4ની લીડ હોવા છતાં, શ્રીકાંતે પોતાની પકડ જાળવવા માટે સંઘર્ષ કર્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ તેના આક્રમક સ્ટ્રોકથી જીત સુનિશ્ચિત થઇ હતી. શ્રીકાંતે બીજા રાઉન્ડમાં ચોથા ક્રમાંકિત ચૌ ટિએન ચેનનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો -------- T20 World Cup Bangladesh Controversy : હવે દાદાગીરી પર ઉતરી આવ્યું બાંગ્લાદેશ! ICC ને આપી દીધી મોટી ચેતવણી
બીજી મેચ જીતવા વધારે સખત મહેનત લાગશે
આ જ ટુર્નામેન્ટમાં, ભારતીય શટલર અનમોલ ખરબ અને આકારશી કશ્યપે ક્વોલિફાઇંગ રાઉન્ડ જીતીને મહિલા સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. જો કે, આકારશી ત્રણ ગેમ હાર્યા બાદ મુખ્ય ડ્રોના ઓપનરમાં બહાર થઈ ગઈ હતી, અને કિરણ જ્યોર્જ પણ સીધી ગેમમાં હારી ગયો હતો. મિશ્ર ડબલ્સમાં, ધ્રુવ કપિલા/તનિષા ક્રાસ્ટો અને રોહન કપૂર/રુત્વિકા શિવાની ગડ્ડે પ્રથમ રાઉન્ડમાં ફ્રેન્ચ જોડી સામે હારી ગયા હતા. પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે બીજી મેચ જીતવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. ભારતના બંને ટોચના બેડમિન્ટન ખેલાડીઓને આગામી રાઉન્ડમાં આગળ વધવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ભાર મુકશે.
આ પણ વાંચો --------- Lizelle Lee in WPL 2026 : એમ્પાયર સામે દલીલ આ ખેલાડીને મોંઘી પડી!


