ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs NZ : વિરાટ કોહલી રચશે ઈતિહાસ, આ 7 મહા રેકોર્ડ્સ તોડવાની તક

વિરાટ કોહલી રચશે ઈતિહાસ વિરાટ કોહલીના કરિયરની 300મી વનડે હશે કરનાર માત્ર 7મો ભારતીય ખેલાડી બનશે IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. પરંતુ તેમને હજુ પણ રવિવારે...
04:53 PM Mar 01, 2025 IST | Hiren Dave
વિરાટ કોહલી રચશે ઈતિહાસ વિરાટ કોહલીના કરિયરની 300મી વનડે હશે કરનાર માત્ર 7મો ભારતીય ખેલાડી બનશે IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. પરંતુ તેમને હજુ પણ રવિવારે...
Virat Kohli

IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. પરંતુ તેમને હજુ પણ રવિવારે ન્યુઝીલેન્ડ (INDvsNZ)સામે ગ્રુપ સ્ટેજ મેચ રમવાની છે.ટુર્નામેન્ટની દ્રષ્ટિએ આ મેચનું કોઈ ખાસ મહત્વ નથી.પરંતુ એક વાત એવી છે જે આ મેચને ખાસ બનાવે છે.આ મેચ વિરાટ કોહલીના(virat kohli) કરિયરની 300મી વનડે હશે. તે આવું કરનાર માત્ર 7મો ભારતીય ખેલાડી બનશે.આ સિદ્ધિ હાંસલ કરીને કોહલી પાસે સચિન તેંડુલકર, શિખર ધવન અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજોને પાછળ છોડીને ઈતિહાસ રચવાની તક મળશે.આ મેચમાં તે 7 રેકોર્ડને ટાર્ગેટ બનાવશે.

વિરાટ ધવન અને ક્રિસ ગેલને પાછળ છોડી દેશે?

ન્યુઝીલેન્ડ (INDvsNZ) સામે વિરાટ કોહલી જે પહેલો રેકોર્ડ લક્ષ્ય બનાવશે તે શિખર ધવનનો હશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ધવન ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને આ ટુર્નામેન્ટની 10 મેચમાં 701 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીની 15 મેચોમાં 651 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ સામે 51 રન બનાવતાની સાથે જ તે ધવનને પાછળ છોડી દેશે અને ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકંદર રેકોર્ડની વાત કરીએ તો ક્રિસ ગેલ સૌથી વધુ રન બનાવવાના મામલે નંબર 1 છે.આ ટુર્નામેન્ટમાં તેને 17 મેચમાં 791 રન બનાવ્યા છે. આ રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 141 રન બનાવવા પડશે.

આ પણ  વાંચો --ICC Champions Trophy 2025 : અફઘાનિસ્તાનને નડ્યો વરસાદ! હવે દુઆ કરશે કે આજે ઈંગ્લેન્ડ જીતે

વિરાટ કોહલી સચિન અને સેહવાગને છોડશે પાછળ?

વિરાટ કોહલી પાસે તેની 300મી વનડેમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની પણ તક હશે. ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. તેને 42 વનડેમાં 1750 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં કિવી ટીમ સામે 31 મેચમાં 1645 રન બનાવ્યા છે અને 106 રન બનાવતાની સાથે જ તે સચિનનો આ રેકોર્ડ તોડીને આગળ વધી જશે.જો વિરાટ કોહલી 106 રન બનાવીને સચિનને ​​પાછળ છોડી દે છે, તો તે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ પણ તોડી નાખશે.સેહવાગના નામે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેને 23 મેચોમાં 6 સદી ફટકારી હતી.જ્યારે વિરાટ કોહલી તેની બરાબરી કરી ચૂક્યો છે. આનો અર્થ એ થયો કે એકવાર તે સદી ફટકારશે.પછી તે ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે.

આ પણ  વાંચો- Ahmedabad માં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી થશે પ્રારંભ

ગાંગુલી અને દ્રવિડને હરાવીને હાંસલ કરશે આ સિદ્ધિ?

કોહલી પાસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવન સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડનો ઓછામાં ઓછો એક રેકોર્ડ તોડવાની તક હશે. આ ત્રણેય એવા ખેલાડીઓ છે જેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 50 સ્કોર બનાવ્યા છે.ધવન,ગાંગુલી અને દ્રવિડે આ સિદ્ધિ 6-6 વખત મેળવી છે.કોહલી આ બાબતમાં બધાની બરાબરી કરી ચૂક્યો છે.હવે તે પોતાની 300મી વનડેમાં 50 રનનો આંકડો પાર કરશે કે તરત જ તે આ ત્રણ દિગ્ગજોને પાછળ છોડી દેશે.

આ પણ  વાંચો -AFG vs AUS : લાહોરમાં મેઘરાજા બગાડી શકે છે મેચ! જો વરસાદ પડ્યો તો શું થશે? જાણો

સૌથી વધુ રન અને કેચ

વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં 100 રનની ઈનિંગ રમીને વનડેમાં 14000 રનનો આંકડો પાર કર્યો હતો.અત્યાર સુધીમાં તેને 299 મેચોમાં 14085 રન બનાવ્યા છે. હવે જો કોહલી કિવી ટીમ સામે 150 રન બનાવવામાં સફળ રહે છે, તો તે કુમાર સંગાકારાને પાછળ છોડીને આ ફોર્મેટમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.તમને જણાવી દઈએ કે સંગાકારાએ 404 મેચોમાં 14234 રન બનાવ્યા છે.આ સિવાય વિરાટ કોહલી પાસે તેની 300મી વનડેમાં સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.હકીકતમાં તેને અત્યાર સુધીમાં વનડેમાં 158 કેચ લીધા છે.જો તે ન્યુઝીલેન્ડ સામે 3 કેચ લેશે તો તે રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે. તે વનડેમાં સૌથી વધુ કેચ લેનાર બીજો ખેલાડી પણ બનશે. પોન્ટિંગે આ ફોર્મેટમાં 160 કેચ પકડ્યા છે.

Tags :
300th odi against7 records ind vs nzIndia vs New ZealandMost Runs For IND vs NZ ODIsMost Runs in India vs New Zealand in ODIssachin tendulkarVirat KohliVirat Kohli Champions Trophy 2025विराट कोहली
Next Article