IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7:30 કલાકે રોમાંચક મુકાબલો થવાનો છે. ફેન્સ અત્યારથી જ એકસાઈટેડ છે.
Advertisement
- ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે રોમાંચક મુકાબલો
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર હાઈ સ્કોર બનતો હોય છે
- બંને ટીમો પોતાની પ્રથમ જીત માટે કાંટાની ટક્કર પૂરી પાડશે
Ahmedabad: આજે અમદાવાદની ધરતી પર ટકરાશે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાવાની છે. ટોસનો ટાઈમિંગ સાંજે 07:00 કલાકે નિર્ધારીત કરવામાં આવ્યો છે. આ સિઝનમાં ગુજરાતે તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે રમી હતી, જેમાં તે 11 રનથી હારી ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ સ્થિતિમાં બંને ટીમો પોતાની પ્રથમ જીત માટે મરણીયા પ્રયાસો કરશે.

