ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7:30 કલાકે રોમાંચક મુકાબલો થવાનો છે. ફેન્સ અત્યારથી જ એકસાઈટેડ છે.
05:30 PM Mar 29, 2025 IST | Hardik Prajapati
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7:30 કલાકે રોમાંચક મુકાબલો થવાનો છે. ફેન્સ અત્યારથી જ એકસાઈટેડ છે.
IPL 2025 Gujarat First

Ahmedabad: આજે અમદાવાદની ધરતી પર ટકરાશે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાવાની છે. ટોસનો ટાઈમિંગ સાંજે 07:00 કલાકે નિર્ધારીત કરવામાં આવ્યો છે. આ સિઝનમાં ગુજરાતે તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે રમી હતી, જેમાં તે 11 રનથી હારી ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ સ્થિતિમાં બંને ટીમો પોતાની પ્રથમ જીત માટે મરણીયા પ્રયાસો કરશે.

હાર્દિક પંડ્યાને મળી છે બીજી તક

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ગુજરાત ટાઈટન્સને પ્રથમ ટ્રોફી જીતાડનારા હાર્દિક પંડ્યાની વાપસી થશે. ગત સીઝનમાં સ્લો ઓવર રેટ બદલ તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેથી તે સીઝનની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નઈ સુપર કિંગ્સે 5 વિકેટથી હાર આપી હતી. જ્યારે ગુજરાત ટાઈટન્સને પંજાબ કિંગ્સે 12 રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચોઃ CSK vs RCB : ધોનીનો ફિનિશિંગ ટચ ક્યાં ખોવાઈ ગયો?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને હેવી સ્કોરનો સંબંધ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયની પિચ પર હાઈ સ્કોર બનતા હોય છે. આ પિચ પર આઈપીએલ 2023થી રમાયેલી કુલ 18 મેચમાંથી 12 મેચમાં 200ને પાર સ્કોર બન્યો છે. આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં પંજાબે 243 રનનો સ્કોર બનાવ્યો હતો, જેને ચેઝ કરતી વખતે ગુજરાત ટાઈટન્સે 231 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં પિચ પર ઉછાળના કારણે ફાસ્ટ બોલર્સને મદદ મળી રહેશે.

ગુજરાત ટાઈટન્સ :

શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, (વિકેટ કીપર) , સાઈ સુદર્શન, શાહરુખ ખાન, રાહુલ તેવતીયા, રવિ શ્રીનિવાસન, સાઈ કિશોર, અર્શદ ખાન, રાશીદ ખાન, કગીસૉ રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

મુંબઈ ઈન્ડિયન્સ :

હાર્દિક પંડયા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, રોબિન મિંજ, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ.

આ પણ વાંચોઃ  RCB એ 17 વર્ષ પછી ચેપોકનો કિલ્લો તોડ્યો...એકતરફી મેચમાં CSKને હરાવ્યું

Tags :
Cricket Match PreviewFast Bowlers AdvantageGujarat FirstGUJARAT FIRST NEWSGujarat TitansHardik PandyaHigh ScoresHigh Scoring PitchIPL 2025Mumbai IndiansNarendra Modi StadiumShubman GillToss Time 7:00 PM
Next Article