IPL 2025: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કેએલ રાહુલે લીધો આ મોટો નિર્ણય
- કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને મોટો નિર્ણય
- દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની ઓફર નકારી
- અક્ષર પટેલ દિલ્હી કમાન સંભાળશે
IPL 2025: ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાછા ફર્યા બાદ કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને મોટો નિર્ણય લીધો છે.રાહુલનો આ નિર્ણય IPL કેપ્ટનશીપ સાથે સંબંધિત છે. મળી મહતી અનુસાર રાહુલે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની (Delhi Capitals)ઓફરને નકારી કાઢી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ રાહુલને (KL rahul)કેપ્ટનશીપની ઓફર કરી હતી.જેને તેણે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
કેએલ રાહુલે ના પાડી શું અક્ષર કેપ્ટન બનશે?
મળતી માહિતી અનુસાર કેએલ રાહુલે કેપ્ટનશીપની ઓફરને નકારી કાઢી અને કહ્યું કે તે એક ખેલાડી તરીકે ટીમમાં વધુ યોગદાન આપવા માંગે છે. કેએલ રાહુલ દ્વારા ટીમની કેપ્ટનશીપ કરવાનો ઇનકાર કર્યા પછી, હવે એવી અટકળો ચાલી રહી છે કે અક્ષર પટેલ (axar patel)દિલ્હી ફ્રેન્ચાઇઝીની (Delhi Capitals)કમાન સંભાળી શકે છે. કારણ કે કેપ્ટનશીપ માટેનો ખરો સંઘર્ષ આ બે નામો વચ્ચે હતો.
આ પણ વાંચો -Yuzvendra Chahal કથિત ગર્લફ્રેન્ડ મળ્યો જોવા, મિસ્ટ્રી ગર્લએ કહ્યું 'મેં તમને....
રાહુલ દિલ્હીમાં જોડાતાની સાથે જ તેમના કેપ્ટન બનવાની અટકળો શરૂ થઈ ગઈ હતી.
દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને KL રાહુલને ખરીદ્યો. કારણ કે રાહુલને પહેલા પણ IPLમાં કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. 2020-21 માં તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો અને 2022 થી 2024 સુધી તે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો.આવી સ્થિતિમાં જ્યારે તે દિલ્હીમાં જોડાયો ત્યારે તેનું નામ કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ હતું.
આ પણ વાંચો -ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની કરી જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન
એક ખેલાડી તરીકે તે દિલ્હીનો ટ્રમ્પ કાર્ડ બની શકે છે.
પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ફક્ત એક ખેલાડી તરીકે રમવા માંગે છે.રાહુલનો આ નિર્ણય દિલ્હી માટે પણ કામ કરી શકે છે. રાહુલ આઈપીએલમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંનો એક રહ્યો છે. તેણે 2018 થી 2024 સુધી રમાયેલી IPL ની 7 માંથી 6 સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા છે.જો રાહુલ કેપ્ટન ન હોય તો અક્ષરનું કેપ્ટન બનવું નિશ્ચિત લાગે છે. પરંતુ સમસ્યા એ છે કે તેને રાહુલ જેટલો IPLમાં કેપ્ટનશીપનો અનુભવ નથી. એક ખેલાડી તરીકે, તેણે બેટ અને બોલ બંનેથી ઘણી વખત પોતાને સાબિત કર્યું છે. પરંતુ તેણે હજુ પણ કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવાનું બાકી છે..