IPL 2026 : વિવાદના વંટોળમાં ઘેરાયેલી KKR ને BCCI નો આદેશ, આ ખેલાડીને ટીમમાંથી હટાવો
- BCCI orders KKR to remove player
- બાંગ્લાદેશી ક્રિકેટર વિવાદને લઇને મોટા સમાચાર
- KKRની ટીમમાં સમાવેશ કરાતા થયો હતો વિવાદ
- BCCIએ ખેલાડી મુસ્તફિઝુર રહેમાને હટાવવા કહ્યું
- મુસ્તફિઝુરને લઇને ચાલી રહ્યો છે ઘણા સમયથી વિવાદ
- BCCIના સચિવ દેવજીતે સમગ્ર જાણકારી આપી
- બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારને લઇને રોષ હતો
- શાહરૂખ ખાનની ટીમે ખરીદ્યો હતો મુસ્તફિઝુર રહેમાનને
- 9 કરોડથી વધુની કિંમતમાં ખરીદ્યો હતો KKRની ટીમે
BCCI orders KKR to remove player : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19મી સીઝન પૂર્વે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડમાં ખરીદવાનો નિર્ણય ભારે વિવાદોમાં ઘેરાયો છે. મીની-ઓક્શનમાં વેચાયેલા એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી તરીકે મુસ્તફિઝુરની પસંદગી થતા જ ચાહકો અને રાજકીય સ્તરેથી ટીકાઓનો વરસાદ શરૂ થયો હતો, જેને પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હવે કડક વલણ અપનાવ્યું છે.
BCCIએ ખેલાડી મુસ્તફિઝુર રહેમાને હટાવવા કહ્યું
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ તાજેતરની પરિસ્થિતિ અને જનતાના વિરોધને ધ્યાનમાં રાખીને KKR ફ્રેન્ચાઇઝીને મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી તાત્કાલિક મુક્ત કરવા નિર્દેશ આપ્યો છે. વધુમાં બોર્ડે સ્પષ્ટતા કરી છે કે જો KKR તેના બદલે અન્ય કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીની માંગણી કરશે, તો તેને મંજૂરી આપવામાં આવશે, જેથી ટીમની સંતુલિતતા જળવાઈ રહે અને વધતા જતાં વિવાદનો અંત લાવી શકાય.
બાંગ્લાદેશી ક્રિકેટરને લઈ BCCIનો મોટો નિર્ણય
KKRની ટીમમાં સમાવેશ કરાતા થયો હતો વિવાદ
BCCIએ ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને હટાવવા કહ્યું
મુસ્તફિઝુરને લઇને ચાલી રહ્યો છે ઘણા સમયથી વિવાદ
BCCIના સચિવ દેવજીતે સમગ્ર જાણકારી આપી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારને લઇને રોષ હતો
શાહરૂખ ખાનની… pic.twitter.com/mHiR2oIm0E— Gujarat First (@GujaratFirst) January 3, 2026
KKR અને મુસ્તફિઝુર વિવાદ બાદ BCCI નું સ્પષ્ટ નિવેદન
IPL 2026ની મીની-હરાજીમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને લઈને થયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આક્રમક બોલી લાગી હતી, જેમાં અંતે KKR એ ₹9.20 કરોડની જંગી રકમ ખર્ચીને 30 વર્ષીય ડાબોડી બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, આ ખરીદી બાદ સોશિયલ મીડિયા અને રાજકીય સ્તરે KKR ની ભારે ટીકાઓ શરૂ થઈ હતી. ચાહકોના વધતા વિરોધ અને બદલાતા સમીકરણોને જોતા BCCI એ ફ્રેન્ચાઇઝીને મુસ્તફિઝુરને મુક્ત કરવા માટે નિર્દેશ આપ્યો છે, જે રમત જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
#WATCH | Guwahati | BCCI secretary Devajit Saikia says, "Due to the recent developments that are going on all across, BCCI has instructed the franchise KKR to release one of their players, Mustafizur Rahman of Bangladesh, from their squad and BCCI has also said that if they ask… pic.twitter.com/53oxuRcmZp
— ANI (@ANI) January 3, 2026
BCB ના પ્રમુખનું નિવેદન
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે સ્પષ્ટ નિવેદન જારી કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સમગ્ર મામલાને રાજકીય ચશ્માથી જોવાને બદલે માત્ર રમત અને ક્રિકેટના દ્રષ્ટિકોણથી મૂલવવામાં માને છે. ભારત સાથેના મજબૂત ક્રિકેટ સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે રમતની ભાવના જળવાઈ રહેશે. BCB પ્રમુખે ઉમેર્યું હતું કે મુસ્તફિઝુર આ સિઝનમાં KKR માં સ્થાન મેળવનાર એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હોવાથી તેઓ આ પ્રક્રિયા પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને આ વિવાદનો અંત કેવી રીતે આવે છે તેને લઈને અંત સુધી સક્રિય રહેશે.
આ પણ વાંચો : IPL 2026 પહેલા શાહરુખ ખાન મુશ્કેલીમાં! બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી પર સંતો અને નેતાઓ લાલઘૂમ, બહિષ્કારની ચીમકી


