CSKVsGT : ચેન્નાઇના ધૂરંધરો 158 રને અટક્યા, માત્ર ગાયકવાડનું જ બેટ ચાલ્યું !
- CSKVsGT આજે ચેપોકમાં ચેન્નાઇ અને ગુજરાત વચ્ચે જંગ
- ચેન્નાઇના ધૂરંધરો આજે સસ્તામાં પેવેલિયન પરત ફર્યા છે
- ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું
CSKVsGT : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19 મી (IPL 2026) સીઝનની 37 મી લીગ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો પહેલા બેટિંગમાં ઉતરતા ચેન્નાઇની ટીમોના ધૂરંધર ઓછા રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા છે. માત્ર ગાયકવાડ જ 60 બોલમાં 74 રન ફટકારી શક્યો છે. ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવતા 158 રન બનાવ્યા છે. અને જીત માટે ગુજરાતને 159 રનનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે.
CSKVsGT, CSK નું હાર-જીતનું સરવૈયું
બંને ટીમોએ અત્યાર સુધીની સીઝન મુશ્કેલ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની સીઝનની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યારથી તેઓ પાછા ફર્યા છે. સીએસકેએ આ આઈપીએલ સીઝનમાં સાત મેચ રમી છે, જેમાં ત્રણ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો : 12 સિક્સર અને 5 ચોગ્ગા! શું આ Vaibhav Sooryavanshi Injury ને કારણે IPL 2026 માંથી બહાર થશે?
CSKVsGT, GT નો રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો, શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, તેઓએ આઈપીએલ 2026 માં આવી જ સ્થિતિ જોઈ છે. આ સીઝનમાં રમાયેલી સાત મેચમાંથી, ગુજરાત ટાઇટન્સ ફક્ત ત્રણ જીતી છે અને ચારમાં હારનો સામનો કર્યો છે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ બંને માટે મહત્વપૂર્ણ રહેશે. આઈપીએલમાં બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ સમાન છે, સીએસકે અને જીટીએ આઠ મેચ રમી છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર જીતી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે પણ ચાર જીતી છે.
બંને ટીમોનું પ્લેઈંગ ઈલેવન
- ચેન્નાઈ સુપર કિંગ્સ - સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, દેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, અકેલ હોસીન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ.
- ગુજરાત ટાઇટન્સ - સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
આ પણ વાંચો : RRVsSRH : Sunrisers Hyderabad ની જીત, ઇશાન-અભિષેકની અડધી સદી મહત્વપૂર્ણ


