Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DCVsPBKS ની મેચમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પહોંચી, આ ખેલાડી સ્ટ્રેચર પર રવાના

DCVsPBKS ની મેચમાં ત્રીજી ઓવરમાં ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો. અક્ષર પટેલ પંજાબ કિંગ્સની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. આ ઘટના આ ઓવર દરમિયાન બની હતી. પંજાબના પ્રિયાંશ આર્યએ ત્રીજા બોલ પર હવામાં શોટ રમ્યો હતો. મિડ-ઓફ પર ઊભેલા ન્ગીડી બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે પાછળની તરફ દોડ્યો હતો. બોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે, ન્ગીડીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું.
dcvspbks ની મેચમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પહોંચી  આ ખેલાડી સ્ટ્રેચર પર રવાના
Advertisement
  • DCVsPBKS ની મેચમાં ત્રીજી ઓવરમાં ખેલાડી ઈજાગ્રસ્ત થયો
  • ન્ગીડીને માથામાં ઇજા પહોંચતા આખરે એમ્બ્યુલન્સ બોલાવવી પડી
  • આ સમય દરમિયાન ક્રિકેટના ચાહકોમાં ભારે તણાવનો માહોલ રહ્યો

DCVsPBKS : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં (Delhi Arun Jaitley Stadium) રમત થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી જ્યારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals Team) ના ફાસ્ટ બોલર લુંગી ન્ગીડી (Fast Bowler - Lungi Ngidi) ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંજાબ કિંગ્સની બેટિંગ દરમિયાન કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરને માથામાં ઈજા થઈ હતી, અને તેને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. ન્ગીડી ઘાયલ થતાં જ ફિઝિયો મેદાન પર પહોંચ્યા હતા, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, તેને વધુ મૂલ્યાંકન માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો (Lungi Ngidi Injured). આ સમય દરમિયાન, ચાહકો અને બંને ટીમોના કેમ્પમાં તણાવ હતો. તમામને આશા છે કે, ન્ગીડી ગંભીર રીતે ઘાયલ થયો નથી, અને ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરશે.

આ પણ વાંચો --------------- શું આજે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડશે Vaibhav Sooryavanshi ? 15 વર્ષના છોકરા પર સૌની નજર

Advertisement

DCVsPBKS, સંતુલન ગુમાવ્યું અને જમીન પર પડ્યો

અક્ષર પટેલ (Akshar Patel) પંજાબ કિંગ્સની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. આ ઘટના આ ઓવર દરમિયાન બની હતી. પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યએ ત્રીજા બોલ પર હવામાં શોટ રમ્યો હતો. મિડ-ઓફ પર ઊભેલા ન્ગીડી બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે પાછળની તરફ દોડ્યો હતો. બોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે, ન્ગીડીએ પોતાનું સંતુલન ગુમાવ્યું, અને તેનું માથું જમીન પર જોરથી વાગ્યું હતું. ઈજા પછી ન્ગીડી ખૂબ પીડામાં હોય તેવું લાગતું હતું. તે લાંબા સમય સુધી મેદાન પર સુન્ન રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, તબીબી ટીમે તાત્કાલિક મેદાન પર એમ્બ્યુલન્સ બોલાવી, અને તેને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

DCVsPBKS, "કંકશન સબસ્ટિટ્યુટ" નિયમનો ઉપયોગ

ન્ગીડીના માથામાં ઈજાને કારણે, દિલ્હી કેપિટલ્સે "કંકશન સબસ્ટિટ્યુટ" નિયમનો (Concussion Substitute Rules - IPL) ઉપયોગ કર્યો છે. શ્રીલંકાના ઝડપી બોલર દુષ્મંથ ચમીરાને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો --------------- KL રાહુલની 'કિલિંગ' સદી, 16 ચોગ્ગા-6 છગ્ગા ફટકારી અણનમ 152 રન બનાવ્યા, ધોનીનો આ રિકોર્ડ પણ તોડ્યો

Tags :
Advertisement

.

×