IPL 2026 GT vs DC: ભારે રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવી ટુર્નામેન્ટની પહેલી મેચ જીતી
આઈપીએલ 2026 (IPL 2026) ના રણમેદાનમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) આખરે જીતનું હરખપદુ ખાતું ખોલાવ્યું છે. દિલ્હીના ગઢમાં રમાયેલા આ મુકાબલામાં ગિલની ગર્જના અને રાશિદની કરામત સામે દિલ્હીનું જોર છેલ્લી ઘડીએ ઓછું પડ્યું. કેએલ રાહુલે (KL Rahul) સિંહફાળો આપ્યો છતાં અંતિમ બોલ સુધી ચાલેલા આ રોમાંચક જંગમાં બાજી કોણ મારી ગયું? દિલ્હીની આ હાર પાછળના 5 મોટા કારણો ખાસ વાંચો..
Advertisement
- ગુજરાત ટાઇટન્સે દિલ્હીને 1 રનથી હરાવી મેળવી પ્રથમ જીત (IPL 2026 GT vs DC)
- શુભમન ગિલની 70 રનની કેપ્ટન ઇનિંગથી ગુજરાતે બનાવ્યા 210 રન
- કેએલ રાહુલ 92 રને આઉટ થતા દિલ્હીની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું
- રાશિદ ખાને) 17 રન આપી 3 વિકેટ ઝડપી મેચ પલટી નાખી
આઈપીએલ 2026 (IPL 2026) ની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) શ્વાસ અધ્ધર કરી દે તેવા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) 1 રનથી પરાજય આપ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) ખાતે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ (High-scoring) મેચમાં ગુજરાતે આપેલા 211 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 209 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે શુભમન ગિલની (Shubman Gill) આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું છે.

