Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MIVsSRH : મુંબઇની ટીમે 244 રનનું લક્ષ્ય મુક્યું, રેયાનની મજબૂત સદી

MIVsSRH વચ્ચે આજે મુંબઇના સ્ટેડિયમમાં જંગ ખેલાઇ રહ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ સતત ત્રીજી સીઝન રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો અત્યાર સુધીનો પ્રવાસ ખરાબ રહ્યો છે. તેઓ સાતમાંથી માત્ર બે મેચ જીતી શક્યા છે અને પાંચમાં હાર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદ થોડી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે
mivssrh   મુંબઇની ટીમે 244 રનનું લક્ષ્ય મુક્યું  રેયાનની મજબૂત સદી
Advertisement
  • MIVsSRH વચ્ચે આજે મુંબઇના સ્ટેડિયમમાં જંગ
  • મુંબઇની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી
  • હૈદરાબાદની ટીમના બોલર સમયસર વિકેટો વિખેરવામાં નિષ્ફળ

MIVsSRH : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 41મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ટીમે 243 વિકેટો ગુમાવતા 5 રનનો માતબર સ્કોર કર્યો છે. અને હૈદરાબાદની ટીમ સામે જીત માટે 244 રનોનું લક્ષ્ય મુક્યું છે. મુંબઇની ટીમના મોટા સ્કોર માટે રેયાન રિકલટનની મજબૂત સદી મહત્વપૂર્ણ રહી હતી. અત્રે નોંધનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી રોહિત શર્મા પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ માટે પોતાના પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કર્યા છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે શિવંગ કુમારની જગ્યાએ હર્ષ દુબેનો સમાવેશ કર્યો છે.

MIVsSRH, હૈદરાબાદની સ્થિતિ મજબૂત

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ સતત ત્રીજી સીઝન રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો અત્યાર સુધીનો પ્રવાસ ખરાબ રહ્યો છે. તેઓ સાતમાંથી માત્ર બે મેચ જીતી શક્યા છે અને પાંચમાં હાર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદ થોડી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે, જેણે પોતાની આઠ મેચમાંથી પાંચ મેચ જીતી છે, અને હાલમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે.

Advertisement

આ પણ વાંચો - Pakistan ફરી હાસ્યાસ્પદ બન્યું, Vaibhav Sooryavanshi વિશે બોલીને ફસાયું

Advertisement

MIVsSRH, નવ મેચ રમાઈ

જ્યારે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત આવે છે, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર હોય તેવું લાગે છે. IPLના ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે કુલ 25 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઇન્ડિયન્સે 15, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 10 મેચ જીતી છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે કુલ નવ મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઇન્ડિયન્સે સાત જીતી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત બે જ જીતી છે.

બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન

  • મુંબઈ ઇન્ડિયન્સ - રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંગ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર, અશ્વિની કુમાર.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન, સલીલ અરોરા (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.

આ પણ વાંચો - Riyan Parag Vape Controversy : ખેલાડી એક, વિવાદ અનેક - જાણી લો ઇતિહાસ !

Tags :
Advertisement

.

×