MIVsSRH : SRH ની છેલ્લી ઓવરોમાં સટાસટી, ક્લાસેને રન વરસાવ્યા
- MIVsSRH વચ્ચે મુંબઇમાં ખેલાયો જંગ
- પહેલા મુંબઇની ટીમે સફળતાપૂર્વક ઊંચો રનસ્કોર કર્યો
- બાદમાં હૈદરાબાદે પણ બેટિંગમાં કોઇ કસર છોડી નહતી
MIVsSRH : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 41 મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. જેની સામે હૈદરાબાદની ટીમે 18 મી ઓવરમાં જ જીત મેળવી લીધી છે. ક્લાસેનની ફટકાબાજીના કારણે મેચ જીતી શકાઇ છે, ક્લાસેને 30 બોલમાં 65 રન બનાવ્યા છે.
MIVsSRH, પોઇન્ટ ટેબલની સ્થિતિ
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ સતત ત્રીજી સીઝન રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની અત્યાર સુધીની સીઝન ખાસ સારી રહી નથી. તેઓએ તેમની સાત મેચમાંથી માત્ર બે જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદ થોડી સારી સ્થિતિમાં દેખાય છે, તેણે આઠમાંથી પાંચ મેચ જીતી છે અને હાલમાં તે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો - Pakistan ફરી હાસ્યાસ્પદ બન્યું, Vaibhav Sooryavanshi વિશે બોલીને ફસાયું
MIVsSRH, વાનખેડેમાં રમાયેલી મેચોનો ઇતિહાસ
IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ મુંબઈ ઇન્ડિયન્સની તરફેણમાં લાગતો હતો. IPLના ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે કુલ 25 મેચ રમાઈ છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે 15 અને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 જીતી છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે કુલ નવ મેચ રમાઈ છે, અને મુંબઈ ઇન્ડિયન્સે સાત જીતી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત બે જ જીતી છે.
બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન
- મુંબઈ ઇન્ડિયન્સ - રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંગ્સ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર, અશ્વિની કુમાર.
- સનરાઈઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ હિંજ, ઈશાન મલિંગા.
આ પણ વાંચો - MIVsSRH : મુંબઇની ટીમે 244 રનનું લક્ષ્ય મુક્યું, રેયાનની મજબૂત સદી


