Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RRVsDC : DC એ બાજી પલટી, રાહુલ-નિશાંકાની અડધી સદી ફળી

RRVsDC વચ્ચે આજે જયપુરના મેદાનમાં જંગ જામી છે, આ મેચમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી, કારણ કે તેમના બંને ઓપનિંગ બેટ્સમેન 12 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ રિયાન પરાગ અને ધ્રુવ જુરેલે ઇનિંગ્સને સ્થિર કરી અને ત્રીજી વિકેટ માટે 59 બોલમાં 102 રનની ઝડપી ભાગીદારી કરીને રમતને ટીમ માટે પાછી ટ્રેક પર લાવી હતી.
rrvsdc   dc એ બાજી પલટી  રાહુલ નિશાંકાની અડધી સદી ફળી
Advertisement
  • RRVsDC વચ્ચે આજે જયપુરના મેદાનમાં જંગ જામી
  • રાજસ્થાનની ટીમના ભાગે પહેલા બેટિંગ આવી હતી
  • દિલ્હી કેપિટલ્સ માટે મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી હતી

RRVsDC : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 43મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં (Jaipur Cricket Stadium) રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 225 રન બનાવવામાં સફળ રહી હતી. અંતિમ ઓવરમાં દિલ્હીની ટીમે બાજી ફેરવી કાઢી હતી. અને 19.1 ઓવરમાં 3 વિકેટો ગુમાવતા જીત મેળવી હતી. ટીમને રાહુલ અને નિશાંકાની અડધી સદી ફળી હતી.

RRVsDC, મહત્વની વિકેટો આસાનીથી વિખેરી

આ મેચમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી, કારણ કે તેમના બંને ઓપનિંગ બેટ્સમેન 12 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ રિયાન પરાગ અને ધ્રુવ જુરેલે ઇનિંગ્સને સ્થિર કરી અને ત્રીજી વિકેટ માટે 59 બોલમાં 102 રનની ઝડપી ભાગીદારી કરીને રમતને પાછી ટ્રેક પર લાવી હતી. આ મેચમાં 42 રનની ઇનિંગ રમીને જુરેલ પેવેલિયન પાછો ફર્યો, જ્યારે પરાગે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઇનિંગ્સની છેલ્લી ઓવરોમાં બેટિંગ કરવા આવેલા ડોનાવન ફેરેરાએ માત્ર 14 બોલમાં 47 રનની અણનમ ઇનિંગ્સ રમી, જેમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા અને રાજસ્થાનના સ્કોરને 200 થી વધુ લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિલ્હી કેપિટલ્સ માટે મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી, જ્યારે કાયલ જેમીસન, અક્ષર પટેલ અને ટી નટરાજને એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ વાંચો - Jason Holder Catch Controversy : વિરાટનું રિએક્શન વાયરલ, જાણો નિયમો શું કહે છે !

Advertisement

રાજસ્થાનનો હાથ ઉપર

જો આપણે IPLમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ, તો અત્યાર સુધી બંને ટીમો વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળી છે. બંને ટીમો વચ્ચે 30 મેચ રમાઈ છે, જેમાંથી રાજસ્થાન રોયલ્સ ટીમે 15 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ પણ 15 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો જયપુરમાં એકબીજા સામે કુલ 7 મેચ રમી છે, જેમાંથી રાજસ્થાન રોયલ્સ ટીમે 5 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ ફક્ત 2 મેચ જીતવામાં સફળ રહી છે.

આ પણ વાંચો - FIFA 2026 : ટ્રમ્પની ઇરાનને મંજૂરી, બે દેશોના સંબંધોમાં સુધારાના સંકેત !

Tags :
Advertisement

.

×