IPL 2026 પહેલા શાહરુખ ખાન મુશ્કેલીમાં! બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી પર સંતો અને નેતાઓ લાલઘૂમ, બહિષ્કારની ચીમકી
IPL 2025 શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાન વિવાદમાં ફસાયા છે. KKR દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનની ખરીદી બાદ સંતો, રાજકીય નેતાઓ અને સામાજિક સંગઠનો તરફથી કડક પ્રતિક્રિયા આવી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં કથિત અત્યાચારના મુદ્દે આ વિવાદે દેશભરમાં ગરમાવો પેદા કર્યો છે.
Advertisement
- Shah Rukh Khan controversy
- બાંગ્લાદેશી ક્રિકેટર ખરીદવાને લઈને શાહરુખ વિવાદમાં
- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
- બાંગ્લાદેશી ક્રિકેટરે હિંદુઓના રક્ષણ માટે કહેવુ જોઈએ
- IPLમાં રમવુ કે ન રમવુ તે નિર્ણય તો BCCI કરશે
Shah Rukh Khan controversy : માર્ચ મહિનામાં રમાનારી આઈપીએલ (IPL) ની સીઝન શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર વિવાદોની પીચ ગરમાઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan) હાલમાં ગંભીર વિવાદોના ઘેરામાં આવી ગયા છે. આ વિવાદનું મુખ્ય કારણ છે KKR દ્વારા હરાજીમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા કથિત અત્યાચારોના વિરોધમાં હવે દેશભરના પ્રખર સંતો અને નેતાઓએ શાહરુખ ખાન વિરુદ્ધ મોરચો માંડ્યો છે. શું કહી રહ્યા છે આવો જાણીએ.

