Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL Trophy History: આઈપીએલ ટ્રોફીનો અનોખો ઈતિહાસ: જાણો તેના પર લખેલા સંસ્કૃત શ્લોકનો ગૂઢ અર્થ

આઈપીએલ 2026 (IPL 2026) ની ફાઇનલમાં અમદાવાદ (Ahmedabad) ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ટ્રોફી માટે જંગ જામશે. આઈપીએલ ટ્રોફી પર સંસ્કૃતમાં ‘यत्र प्रतिभा अवसरा प्राप्नोतिहि… ’. લખેલું છે, જેનો અર્થ ‘જ્યાં પ્રતિભા અને તકનો મિલાપ થાય છે’ તેમ થાય છે. વર્ષ 2011થી આ આધુનિક ડિઝાઇનની ટ્રોફી વિજેતાઓને આપવામાં આવે છે.
ipl trophy history  આઈપીએલ ટ્રોફીનો અનોખો ઈતિહાસ  જાણો તેના પર લખેલા સંસ્કૃત શ્લોકનો ગૂઢ અર્થ
Advertisement

IPL Trophy History: આઈપીએલ 2026 (IPL 2026) નો કાઉન્ટડાઉન હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ચૂક્યો છે. અમદાવાદ (Ahmedabad) ના વિશ્વ પ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru - RCB) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans - GT) વચ્ચે ફાઇનલનો મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં જે ટીમ વિજયી બનશે, તેના હાથમાં આઈપીએલ (IPL) ની ચમકતી ટ્રોફી સોંપવામાં આવશે. વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગની આ ચમકતી ટ્રોફી આપણે ઘણી વાર જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય તેના પર કોતરેલા સંસ્કૃત શ્લોક પર ધ્યાન આપ્યું છે? આ ટ્રોફીની બરાબર વચ્ચે એક ખાસ સંદેશ લખાયેલો છે, જે આખી લીગનો પ્રાણ છે.

શું છે ટ્રોફી પર લખેલા શ્લોકનો અર્થ?

આઈપીએલ (IPL) ની ભવ્ય ટ્રોફીની મધ્યમાં સોનેરી અક્ષરોમાં સંસ્કૃત ભાષામાં એક પંક્તિ લખેલી છે: ‘यत्र प्रतिभा अवसरा प्राप्नोतिहि… ’. વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક એવી સંસ્કૃતના આ વાક્યનો ગુજરાતીમાં ખૂબ જ સુંદર અને સીધો અર્થ થાય છે: "જ્યાં પ્રતિભા અને તકનો મિલાપ થાય છે."

Advertisement

આ પંક્તિ માત્ર ટ્રોફીની શોભા વધારવા માટે લખવામાં આવી નથી, પરંતુ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની સત્તાવાર ટેગલાઇન અને તેનો મૂળ મંત્ર પણ છે. આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ રહ્યો છે કે દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી છુપાયેલી ક્રિકેટ પ્રતિભાઓ બહાર આવે અને તેમને પોતાની ક્ષમતા સાબિત કરવાની યોગ્ય તક મળે.

Advertisement

2011માં બદલાયો ટ્રોફીનો આખો લુક

વર્ષ 2008માં જ્યારે બીસીસીઆઈ (BCCI) દ્વારા આ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય હેતુ ભારત અને સમગ્ર વિશ્વના યુવા તેમજ અનકેપ્ડ (Uncapped) ખેલાડીઓને એક એવું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય દિગ્ગજો સાથે રમીને પોતાના કૌશલ્યનો પરિચય કરાવી શકે.

તમને જાણીને નવાઈ લાગશે કે આઈપીએલ (IPL) ના શરૂઆતના ત્રણ વર્ષ એટલે કે 2008, 2009 અને 2010) માં આજે જે ટ્રોફી જોવા મળે છે તેવી ડિઝાઈન નહોતી. શરૂઆતમાં આ ટ્રોફીનો આકાર ભારતના નકશા (Map of India) જેવો રાખવામાં આવ્યો હતો. જો કે, વર્ષ 2011માં બીસીસીઆઈ (BCCI) એ આ લીગને વૈશ્વિક સ્તરે વધુ આધુનિક અને આકર્ષક લુક આપવાનું નક્કી કર્યું. ટ્રોફીની ડિઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરીને તેને એક ભવ્ય અને સુંદર કપનો આકાર આપવામાં આવ્યો. વર્ષ 2011થી લઈને આજદિન સુધી એટલે કે 2026 સુધી આ જ ડિઝાઈનની ટ્રોફી વિજેતા ટીમને એનાયત કરવામાં આવે છે.

ફાઇનલ મુકાબલો: કોણ બનશે બીજી વાર ચેમ્પિયન?

અમદાવાદ (Ahmedabad) ના મેદાન પર રમાનારા આ મહાજંગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) બંને ટીમો પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે. આ બંને ટીમો ભૂતકાળમાં એક-એક વાર આ ખિતાબ જીતી ચૂકી છે, જેથી હવે બંને પાસે બીજી વાર આઈપીએલ (IPL) ચેમ્પિયન બનવાનો મોકો છે.

વિશેષ વાત એ છે કે, જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આ મેચ જીતશે, તો તે સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરશે. આઈપીએલ (IPL) ના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ ટીમો સતત બે વાર ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવી શકી છે. આ પરિસ્થિતિમાં આજનો આ ફાઈનલ મુકાબલો ક્રિકેટ રસિયાઓ માટે અત્યંત રોમાંચક, રસપ્રદ અને ઐતિહાસિક બની રહેશે તેમાં કોઈ શંકા નથી.

આ પણ વાંચો: Narendra Modi Stadium માં મહાજંગ: પૂર્વ ક્રિકેટર્સ, દિગ્ગજ નેતાઓ અને 1.25 લાખ દર્શકોથી ગૂંજશે સ્ટેડિયમ

Tags :
Advertisement

.

×