કરોડોની ઘડિયાળ પહેરી અલીબાગ નીકળ્યો કિંગ કોહલી! MI સામેની મેચ પહેલા વીડિયો વાયરલ
- Virat Kohli Luxury Watch : વિરાટ કોહલીની લક્ઝરી લાઈફસ્ટાઈલ ચર્ચામાં!
- ગેટવે ઓફ ઈન્ડિયા પર 1.4 કરોડની ઘડિયાળ પહેરેલો કોહલી થયો સ્પોટ
- બોટ દ્વારા અલીબાગ સ્થિત પોતાના ઘરે જવા રવાના થયો કિંગ કોહલી
- પતેક ફિલિપની વ્હાઈટ ગોલ્ડ ઘડિયાળની કિંમતે ફેન્સને ચોંકાવ્યા
- MI સામેના મહામુકાબલા પહેલા માનસિક શાંતિ માટે લીધો બ્રેક
- શાનદાર ફોર્મમાં રહેલો કોહલી વાનખેડેમાં મચાવી શકે છે ધૂમ
Virat Kohli Luxury Watch : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) હવે તેના રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે, અને ફેન્સ જેની સૌથી વધુ રાહ જોતા હોય છે તેવો બ્લોકબસ્ટર મુકાબલો હવે નજીક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ પહેલા જ માહોલ ગરમાયો છે. જોકે, આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા કિંગ કોહલી (Virat Kohli) તેના મેદાન પરના પ્રદર્શનને બદલે મેદાન બહારની લાઈફસ્ટાઈલને (Lifestyle) કારણે ચર્ચામાં આવ્યો છે. શનિવારે વિરાટ કોહલીને મુંબઈના આઈકોનિક ગેટવે ઓફ ઈન્ડિયા (Gateway of India) પર સ્પોટ કરવામાં આવ્યો હતો.
Virat Kohli Luxury Watch : કરોડોની ઘડિયાળ અને સિમ્પલ લુક
સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સજ્જ વિરાટ જ્યારે ગેટવે ઓફ ઈન્ડિયાથી પોતાના અલીબાગ સ્થિત ઘર (Alibaug Home) જવા રવાના થઈ રહ્યો હતો, ત્યારે તેની સાદગીમાં પણ એક લક્ઝરી આકર્ષણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેના કાંડા પર 'પતેક ફિલિપ એક્વાનોટ 5164G' (Patek Philippe Aquanaut) મોડલની ઘડિયાળ ચમકી રહી હતી. 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડથી બનેલી આ માસ્ટરપીસ ઘડિયાળની કિંમત આશરે 1.4 કરોડ રૂપિયા (1.4 Crore Rupees) હોવાનું કહેવાય છે. બ્લુ-ગ્રે ડાયલ અને ડ્યુઅલ-ટાઈમ ઝોન જેવી સુવિધાઓ ધરાવતી આ ઘડિયાળ કોહલીના લક્ઝરી શોખની સાક્ષી પૂરે છે.
View this post on Instagram
મેદાન પર કોહલીનું શાનદાર ફોર્મ
વિરાટ કોહલી હાલમાં શાનદાર લયમાં (Form) જોવા મળી રહ્યો છે. આ સીઝનની 3 મેચમાં તેણે 129 રન ફટકાર્યા છે. આજે વાનખેડેની બેટિંગ-ફ્રેન્ડલી પીચ (Wankhede Pitch) પર તે મુંબઈના બોલરો પર ત્રાટકે તેવી પૂરી સંભાવના છે. આરસીબી (RCB) અત્યારે 3 મેચમાં 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સંઘર્ષ કરી રહી છે.
અલીબાગની વાદીઓમાં જાય છે વિરાટ કોહલી
હાઈ-પ્રેશર મેચો પહેલા વિરાટ અવારનવાર માનસિક શાંતિ માટે અલીબાગની વાદીઓમાં જવાનું પસંદ કરે છે. ફેન્સને આશા છે કે આ ટૂંકા બ્રેક બાદ કોહલી વાનખેડેમાં રનનો પહાડ ખડો કરશે. મેદાન પરની આક્રમકતા અને મેદાન બહારની આ લક્ઝરી બ્રાન્ડ વેલ્યુ જ તેને ગ્લોબલ આઈકોન બનાવે છે.
આ પણ વાંચો : Sanju Samson ના નામે નવો રેકોર્ડ દર્જ, ત્રણ ટીમમાં ફટકાબાજીની સિદ્ધિ !


