Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL Final 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલનો જંગ, સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, 3000થી વધુ પોલીસ જવાનો તૈનાત

અમદાવાદમાં રમાનારી IPL ફાઈનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે, પરંતુ મેચ પહેલા સુરક્ષા વ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોની સુરક્ષા માટે પોલીસ તંત્રએ કમર કસી છે. આ વખતે સુરક્ષાનો જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તે અત્યંત વ્યાપક છે.
ipl final 2026  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ipl ફાઇનલનો જંગ  સુરક્ષાનો અભેદ્ય કિલ્લો  3000થી વધુ પોલીસ જવાનો તૈનાત
Advertisement

અમદાવાદમાં ક્રિકેટના મહાસંગ્રામ IPL ફાઇનલ (IPL Final) માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાનારી આ નિર્ણાયક મેચને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે. લાખો ક્રિકેટ રસિકોની હાજરી અને મેચની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ કચાશ ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.

સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ તૈનાત

સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આયોજન મુજબ, ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષામાં 3043 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં 3 આઈજી (IG), 11 ડીસીપી (DCP), 21 એસીપી (ACP), 47 પીઆઈ (PI) અને 140 પીએસઆઈ (PSI) કક્ષાના અધિકારીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત, કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને એસઓજી (SOG) ની વિશેષ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.

Advertisement

IPL Final 2026: તમામ વ્યવસ્થા સુધીનું ખાસ પ્લાનિંગ

સ્ટેડિયમમાં પ્રવેશતા પ્રેક્ષકોના ચેકિંગથી લઈને પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સુધીનું ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મેચ જોવા આવતા દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે વધારાના પોલીસ પોઈન્ટ્સ પણ ફાળવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ફાઈનલ મેચને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ છે અને પોલીસની આ સજ્જતા શાંતિપૂર્ણ માહોલમાં મેચ સંપન્ન થાય તે માટેની ખાતરી આપે છે. આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી (CCTV) કેમેરાના માધ્યમથી આખા વિસ્તાર પર નજર રાખવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Phalodi Satta Bazar : IPL Final માં કોણ મારશે બાજી, જાણો સટ્ટાબજારની આગાહી !

Tags :
Advertisement

.

×