ઈરફાન પઠાણે ધોની વિશે કરી નાખી આવી વાત, સચિન અને બિરયાનીનો રસપ્રદ કિસ્સો પણ કર્યો શેર
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પહેલાના એક ક્રિકેટ કોન્ક્લેવમાં વાતચીત દરમિયાન ભારતના સ્વિંગ કિંગ ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાના દિલમાં છુપાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા હતા, જેનો પઠાણે આજ પહેલા ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો. ઈરફાન પઠાણે જણાવ્યું કે ટીમ ઈન્ડિયામાં તેણે સૌ પ્રથમ કોની સાથે મિત્રતા કરી હતી. આ દરમિયાન ઈરફાન પઠાણે એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે આખી ટીમ તેની માતા દ્વારા બનાવેલી સ્વાદિષ્ટ બિરયાની જમવા તેના ઘરે ગઈ હતી. આ સિવાય ઈરફાન પઠાણે એ પણ જણાવ્યું કે તેના મોટા ભાઈ યુસુફ પઠાણ સાથે તેના કેવા સંબંધો છે.
ધોની સાથેની ગાઢ મિત્રતા વિશે કરી વાત
ટીમ ઈન્ડિયામા તેમના સૌથી પહેલા દોસ્ત કોણ હતા, તેના જવાબમાં ઈરફાન પઠાણને કહ્યું કે રોબીન ઉથપ્પા, સુરેશ રૈના અને એમ.એસ ધોની, આ ત્રણેય ખેલાડી મારા એવા મિત્રો હતા કે હું તેમના વગર જમતો પણ ન હતો અને તેઓ પણ મારા વગર જમતા ન હતા.
જ્યારે આખી ટીમ ઈન્ડિયા ઈરફાનના ઘરે બિરયાનીની દાવત માણવા આવી
ઈરફાનના ઘરે તેમના માં ના હાથની બનેલી બિરયાનીની દાવતના કિસ્સા વિશે વાત કરતાં ઇરફાને કહ્યું હતું કે - મારી માં કમાલની બિરયાની બનાવે છે. જ્યારે પણ મારુ મન કરે છે મારી માં મારા માટે બિરયાની બનાવી આપે છે. 2007 માં મે આખી ટીમને મારા ઘરે બિરયાનીની દાવત માટે બોલાવી હતી. તે સમયે લગભગ 25 લોકો મારા ઘરે મારા માં ના હાથની બિરયાનીનો સ્વાદ માણવા મારા ઘરે આવ્યા હતા.
સચિને કરી દીધી હતી ઈરફાન પાસે આવી માંગ
પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે વધુમાં કહ્યું કે - મારી માતાએ બનાવેલી સ્વાદિષ્ટ બિરયાની બધાને ખૂબ જ ગમી હતી, યુવરાજ હોય કે સચિન, બધા હાથથી જ બિરયાનીનો આનંદ માણતા હતા. સચિનને તે બિરયાની એટલી ગમી કે તેણે બીજા દિવસે પણ મને પૂછ્યું કે શું હું ગઈ કાલથી ફરી બિરયાની મંગાવી શકો છો ? કારણ કે તમે બધા જાણો છો કે એક દિવસ જૂની બિરયાનીનો સ્વાદ કઈક અલગ જ લાગે છે.
હું અને યુસુફ એકબીજાની તાકાત છીએ
મોટા ભાઈ યુસુફ પઠાણ સાથેના સંબંધો અંગે ઈરફાન પઠાણે કહ્યું કે હું નાનો હોવાને કારણે તે મને સહન કરે છે . નાના ભાઈઓ કેટલું હેરાન કરતા હોય છે એ તો બધા જાણે જ છે, હું પણ તેમને ખૂબ પરેશાન કરું છું. હું અને મારો ભાઈ એકબીજાની તાકાત છીએ.
આ પણ વાંચો --ODI WORLD CUP 2023 : ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતનું પ્રદર્શન રહ્યું છે ખરાબ, શું આ વખતે ટીમ ઇન્ડિયા….?