Japan Boxing : 7 દિવસમાં 2 જાપાની બોક્સરોના થયા મોત, મરવાના કારણો એકસરખા!
- Japan Boxing મેચમાં બે જાપાની બોક્સરના મોત થયા
- વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઇઝેશને દુ:ખ વ્યક્ત કર્યું
- 7 દિવસમાં બે બોકસરો મૃત્યુ પામ્યા
ટોક્યોના કોરાકુએન હોલમાં અલગ-અલગ Japan Boxing મુકાબલામાં બે જાપાની બોક્સર મગજની ઇજાથી મૃત્યુ પામ્યા. પહેલી ઘટના 2 ઓગસ્ટના રોજ બની હતી જ્યારે 28 વર્ષીય શિગેતોશી કોટારી ઓરિએન્ટલ અને પેસિફિક બોક્સિંગ ફેડરેશનના જુનિયર લાઇટવેઇટ ચેમ્પિયન યામાતો હાટા સામે 12 રાઉન્ડનો ડ્રો પૂર્ણ કર્યા પછી તરત જ પડી ગયો હતો. મગજની ઇજા માટે તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થયું હતું
Japan Boxing મુકાબલામાં બોકસરોના થયા મોત
વ્યાવસાયિક બોક્સિંગની સર્વોચ્ચ સંસ્થા, વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઇઝેશન (WBO) એ સોશિયલ મીડિયા પર લખ્યું, "બોક્સિંગ જગત જાપાની બોક્સર શિગેતોશી કોટારીના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. તે રિંગમાં એક યોદ્ધા હતો. તેમના પરિવાર અને જાપાનના બોક્સિંગ સમુદાય પ્રત્યે અમારી સંવેદના."
Japan Boxing મુકાબલામાં બોકસરોના થયા મોત
જાપાનીઝ બોક્સર, 28 વર્ષીય હિરોમાસા ઉરાકાવાનું શનિવારે યોગી સૈતો સામે નોકઆઉટ હાર દરમિયાન માથામાં ઇજાથી મૃત્યુ થયું. તેમનો જીવ બચાવવા માટે ક્રેનિયોટોમી કરવામાં આવી હતી. WBO એ શનિવારે બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "આ હૃદયદ્રાવક સમાચાર શિગેટોશી કોટારીના મૃત્યુના એક દિવસ પછી આવ્યા છે. ઉરાકાવાનું મૃત્યુ તે જ સ્પર્ધા દરમિયાન થયેલી ઇજાઓને કારણે થયું હતું. અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો, મિત્રો અને જાપાની બોક્સિંગ સમુદાય પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
Japan Boxing કમિશને મુકાબલામાં બોકસરોના થયા મોત નિયમોમાં ફેરફાર કર્યા
જાપાની બોક્સિંગ કમિશને જાહેરાત કરી છે કે તમામ OPBF ટાઇટલ બાઉટ્સ હવે 12 રાઉન્ડથી ઘટાડીને 10 રાઉન્ડ કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં, બેલફાસ્ટમાં નાથન હોવેલ્સ સામે સેલ્ટિક સુપર-ફેધરવેઇટ ટાઇટલ હારી ગયા બાદ આઇરિશ બોક્સર જોન કુનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક અઠવાડિયા પછી તેમનું અવસાન થયું.
આ પણ વાંચો: Yash Dayal ની ક્રિકેટ કારર્કિદી પર ખતરો, આ લીગે લગાવ્યો પ્રતિંબંધ