T20 World Cup : વર્લ્ડ કપના સફળ આયોજન પર FIFA ચીફ પણ આફરિન, જય શાહના કર્યા વખાણ
- T20 World Cup માં ભારતની જીત અને જય શાહના આયોજનથી FIFA ગદગદ!
- ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયા ફરી બની વિશ્વવિજેતા
- ફીફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ જય શાહના કર્યા વખાણ
- રમતગમત દ્વારા વિશ્વને એક કરવા માટે આઈસીસી અને ફીફા વચ્ચે સહયોગની તૈયારી
- 80 થી વધુ દેશોમાં પ્રસારણ સાથે ટી 20 વર્લ્ડ કપ 2026 એ રચ્યો નવો ઈતિહાસ
- ઓલિમ્પિકમાં ક્રિકેટના પુનરાગમન માટે ફૂટબોલ જગતના વડાએ પાઠવી ખાસ શુભેચ્છાઓ
ભારત સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ
FIFA અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ જય શાહને પાઠવ્યા અભિનંદન
FIFA અધ્યક્ષ ઇન્ફેન્ટિનોએ ઇન્ટાગ્રામ પોસ્ટ થકી આપ્યા અભિનંદન
ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતીય જર્સી પકડેલો ફોટો શેર કર્યો
FIFA… pic.twitter.com/9viMvklgJM— Gujarat First (@GujaratFirst) March 9, 2026
T20 World Cup : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે સતત બીજી અને એકંદરે ત્રીજી વખત આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ (ICC Mens T20 World Cup 2026) જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ભવ્ય વિજય સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ જય શાહ (Jay Shah) ના કુશળ આયોજનની વિશ્વભરમાં વાહવાહી થઈ રહી છે.
View this post on Instagram
T20 World Cup માટે ફીફા અધ્યક્ષનો વિશેષ સંદેશ
ફીફા (FIFA) ના અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ (Gianni Infantino) સોશિયલ મીડિયા પર જય શાહને આ સફળ ટુર્નામેન્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ફેન્ટિનોએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે જય શાહના નેતૃત્વમાં ક્રિકેટ એક નવો વૈશ્વિક ઉત્સવ બની ગયું છે. તેમણે ખાસ કરીને ભારત પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતા ટીમ ઇન્ડિયાને પણ અભિનંદન આપ્યા હતા.
અગાઉ પણ મુલાકાત થઈ હતી
નોંધનીય છે કે અગાઉ મિલાન (Milan) માં પણ આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. ઇન્ફેન્ટિનોએ ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં (Los Angeles Olympics 2028) ક્રિકેટના પુનરાગમન માટે શાહને શુભેચ્છા પાઠવી હતી. તેમણે "રમતગમત દ્વારા વિશ્વને એક કરવા" ના હેતુથી આઈસીસી સાથે સહયોગ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
વૈશ્વિક પ્રસાર અને રેકોર્ડ
જય શાહના કાર્યકાળમાં આ ટુર્નામેન્ટ 80 થી વધુ પ્રદેશોમાં 15 થી વધુ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટે વ્યૂઅરશીપના (Viewership) તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, જે ક્રિકેટના વધતા વ્યાપનો પુરાવો છે.
આ પણ વાંચો : વિશ્વ વિજેતા બનતા જ Suryakumar Yadav થયા ભાવુક, પિચ પર જઈને કંઈક આવુ કર્યું જુઓ VIDEO


