Sports News: હાર્દિક પંડ્યા સાથેના અણબનાવની અફવાઓ પર કૃણાલ પંડ્યાએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?
Krunal Hardik Pandya News : તાજેતરમાં ક્રિકેટ જગતમાં પંડ્યા બ્રધર્સ વચ્ચેના સંબંધોને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. જોકે, હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની એક ખાસ મુલાકાતમાં સ્પષ્ટતા કરતા કૃણાલે લેટેસ્ટ ઈન્ટવ્યૂમાં (Krunal Hardik Pandya News) માં જણાવ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે કોઈ જ વિવાદ નથી અને અત્યારે બધું જ એકદમ સામાન્ય છે. આ નિવેદનથી ચાહકોને મોટી રાહત મળી છે.
ક્રિકેટ અંગેની ચર્ચા સંબંધોનો મુખ્ય હિસ્સો
કૃણાલ પંડ્યાએ ઈન્ટરવ્યુમાં ભારપૂર્વક જણાવ્યું કે તેમના અને હાર્દિક વચ્ચે ક્રિકેટ હંમેશાથી ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો છે. બંને ભાઈઓ એકબીજાની રમતને સુધારવા અને ક્રિકેટર તરીકે સતત આગળ વધવા માટે રણનીતિઓ તથા ટેકનિકલ પાસાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરતા રહે છે. આ પ્રકારની સ્વસ્થ ચર્ચાઓથી બંનેને મેદાન પર ઘણો ફાયદો થાય છે.
રમત અને પરિવારમાં બંને ભાઈઓનો એકબીજાને સપોર્ટ
એક જ રમતમાં સર્વોચ્ચ સ્તરે રમવાનો અનુભવ કેવો રહે છે તે અંગે વાત કરતા કૃણાલે કહ્યું કે, "જ્યારે તમારો સગો ભાઈ પણ તે જ રમત રમતો હોય, ત્યારે એકબીજાને મદદરૂપ થવું ખૂબ જ સરળ બની જાય છે." મેદાનની બહાર પણ બંને ભાઈઓ એકબીજાના સૌથી મોટા સમર્થક રહ્યા છે. તેમનો આ પરસ્પર સહયોગ તેમના શાનદાર પ્રદર્શનમાં પણ સ્પષ્ટપણે દેખાય છે.
પંડ્યા પરિવારમાં ટ્રોફીઓનો ઢગલો
પોતાના પરિવારની ઐતિહાસિક સફળતા પર ગર્વ વ્યક્ત કરતા આરસીબીના આ સ્ટાર ખેલાડીએ એક રસપ્રદ આંકડો પણ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે પંડ્યા પરિવારમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ ટ્રોફીઓ આવી ચૂકી છે, જે બિલકુલ સામાન્ય વાત નથી. અંતમાં તેણે કહ્યું કે તેમના પર ભગવાનની અસીમ કૃપા રહી છે. આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે પંડ્યા બ્રધર્સ વચ્ચેનો પ્રેમ અને એકતા આજે પણ અકબંધ છે.
આ પણ વાંચો : Kuldeep Yadav એ IPL બાદ તુરંત ટેસ્ટ મેચ રમવા અંગે ઉઠાવ્યા સવાલ !


