Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kushal Bhurtel hits 6 sixes in an over : નેપાળના આ બેટ્સમેને 1 ઓવરમાં 6 છગ્ગા ફટકારી યુવરાજ સિંહની યાદ અપાવી

Kushal Bhurtel hits 6 sixes in an over : નેપાળના ક્રિકેટર કુશલ ભુર્તેલે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચીન સામે રમાયેલી મેચ દરમિયાન એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. 2026 એશિયન ગેમ્સ ક્વોલિફાયરમાં રમાયેલી આ ઇનિંગમાં તેણે ઝડપી સદી સાથે ટીમને 313 રન સુધી પહોંચાડી હતી. આ પ્રદર્શનને કારણે નેપાળ ક્રિકેટની આક્રમક રમતશૈલી ફરી ચર્ચામાં આવી છે.
kushal bhurtel hits 6 sixes in an over   નેપાળના આ બેટ્સમેને 1 ઓવરમાં 6 છગ્ગા ફટકારી યુવરાજ સિંહની યાદ અપાવી
Advertisement

Kushal Bhurtel hits 6 sixes in an over : નેપાળના ક્રિકેટર કુશલ ભુર્તેલ (Kushal Bhurtel) એ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (T20 International Cricket) માં એવો કારનામો કર્યો છે કે સમગ્ર ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થઈ રહી છે. સિંગાપોર નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2026 એશિયન ગેમ્સ મેન્સ T20I ક્વોલિફાયર (Asian Games Qualifier) દરમિયાન ચીન (China) સામે રમાયેલી મેચમાં તેણે એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સાથે તે T20I ક્રિકેટમાં 1 ઓવરમાં 6 છગ્ગા ફટકારનાર પાંચમો ખેલાડી બન્યો છે.

એક ઓવરમાં આવ્યા 37 રને

આ યાદગાર ઇનિંગમાં ભુર્તેલે માત્ર 43 બોલમાં 129 રન (runs) બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા (fours) અને 16 છગ્ગા (sixes) સામેલ હતા. ખાસ કરીને ચીનના ચેન ઝુઓ યુ દ્વારા ફેંકાયેલી 9મી ઓવરમાં તેણે સતત 6 છગ્ગા ફટકારીને બેટિંગ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. આ ઓવરમાં કુલ 37 રન બન્યા, જેમાં એક વાઈડ પણ સામેલ હતો. આ ઓવર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસની બીજી સૌથી મોંઘી ઓવર પૈકી એક બની છે.

Advertisement

યુવરાજ-પોલાર્ડ-એરીની યાદીમાં એન્ટ્રી - Kushal Bhurtel hits 6 sixes in an over

આ સિદ્ધિ સાથે કુશલ ભુર્તેલનું નામ હવે એવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયું છે જેમ કે Yuvraj Singh, જેમણે 2007 T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ સામે સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત કીરોન પોલાર્ડ (Kieron Pollard), દીપેન્દ્ર સિંહ એરી (Dipendra Singh Airee) અને મનન બશીર જેવા ખેલાડીઓ પણ આ અનોખી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે નેપાળ (Nepal) ક્રિકેટમાં હવે 2 ખેલાડીઓ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે, જેમાં ભુર્તેલ બીજા છે, જ્યારે એરીએ 2024માં કતાર સામે આ કારનામું કર્યો હતો.

Advertisement

નેપાળની 221 રનના મોટા અંતરથી જીત

આ મેચમાં નેપાળે કુલ 313/2 રનનો વિશાળ સ્કોર (team total) બનાવ્યો હતો. આ સાથે નેપાળે ચીનને માત્ર 92 રનમાં ઓલઆઉટ કરીને 221 રનના મોટા અંતરથી જીત મેળવી હતી. આ જીત સાથે નેપાળ T20I ક્રિકેટમાં એક કરતા વધુ વખત 300થી વધુ રન બનાવનાર પ્રથમ ટીમ બની છે. આ ટીમે 2023માં મંગોલિયા સામે 314/3 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કુશલ ભુર્તેલની આ ઇનિંગ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ નેપાળ ક્રિકેટ (Nepal Cricket) ના વધતા સ્તર અને આક્રમક રમતશૈલીનું પ્રતિક છે. સતત મોટા સ્કોર, ઝડપી સદી અને રેકોર્ડ તોડતી ઇનિંગ્સ સાથે નેપાળ હવે વિશ્વ ક્રિકેટમાં એક નવી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, જે ભવિષ્યમાં વધુ મોટા પડકારો માટે તૈયાર દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Nepal Cricket Team : નેપાળે T20I માં બીજી વખત 300+ રન ફટકાર્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.

×