IPL 2011 માં એક ટીમ માલિકે 'કાળો જાદૂ' કર્યાનો Lalit Modi નો સનસનીખેજ દાવો!
. પૂર્વ આઈપીલ ચેરમેન લલિત મોદીનો ચોંકાવનારો દાવો
. ભૂતકાળમાં ટીમ માલિકો દ્વારા મેચ જીતવા માટે કાળો જાદૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે
. ૨૦૧૧ની સીઝનમાં ડ્રેસિંગ રૂમમાં આવી હરકતો થઈ હોવાની જાણકારી મળતા અન્ય માલિકોને સતર્ક કરાયા હતા
SRH vs CSK : આઈપીએલ (IPL) 2026 વચ્ચે એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ વખતે આ મામલો થોડો અલગ છે. આઈપીએલ (IPL) 2026માં 19 એપ્રિલે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની મેચ દરમિયાન એક વીડિયો સોશયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો છે.
આ મેટમાં સ્ટેન્ડ્સમાં બેઠેલો એક વ્યક્તિ લીંબુવાળો ટોટકો કરતો દેખાઈ રહ્યો છે. આ સમયે મેદાનમાં સાકિબ હુસૈન (Saqib Hussain) ના બોલ પર શિવમ દુબે (Shivam Dube) આઉટ થઈ ગયો, તેના પછી આ મુદ્દો ચર્ચામાં આવ્યો. ત્યારે આના પર હવે લલિત મોદીએ સનસનીખેજ દાવો કર્યો છે.
Black magic live 😭 pic.twitter.com/rzJYd6kjti
— Out Of Context Cricket (@GemsOfCricket) April 19, 2026
આ ઘટના બાદ સોશયલ મીડિયા પર એક લેટર પણ ઝડપથી વાઈરલ થવા લાગ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નઈ સુપર કિંગ્સના એક ફેનના ટોટકાની ફરિયાદ બીસીસીઆઈ (BCCI) ને કરી છે. શરૂઆતમાં આ મામલા પર પ્રતિક્રિયા આપ્યા બાદ લલિત મોદીએ બાદમાં સ્પષ્ટ કર્યું કે આ લેટર સંપૂર્ણપણે નકલી છે અને તેમાં કરવામાં આવેલા કાળા જાદૂ (Black Majic) ના આરોપ સાચા નથી.
આ પણ વાંચો: ચાલુ ક્રિકેટ મેચમાં ટ્રેક્ટર લઈને ઘૂસી ગયો શખ્સ, પછી જે કર્યું તે જોઈને તમે પણ હેબતાઈ જશો; જુઓ VIDEO
Lalit Modi નું નિવેદન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના પૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi) એ ખુલાસો કર્યો છે કે કેટલીક ફ્રેન્ચાઈજીએ પહેલા પણ મેચ જીતવા માટે કાળો જાદૂ કર્યો છે. લલિત મોદીએ સોમવારે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યં કે આ વખતે એ ફેક લાગી રહ્યું છે. પરંતુ એક ટીમ માલિકે આ પ્રકારની પ્રેક્ટિસ કરી હતી. અત્યાર સુધી આઈપીએલના અધિકારીઓ અથવા કોઈપણ ટીમે તે કથિત લેટર અથવા કાળા જાદૂ સાથે જોડાયેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
Seems fake this time. But one team owner did indulge in this type of practice
— Lalit Kumar Modi (@LalitKModi) April 19, 2026
2011માં શું થયું હતું ?
લલિત મોદી (Lalit Modi) એ આગળ કહ્યુ કે મને યાદ છે કે મેં કેટલાક ટીમ માલિકોને વિરોધી ટીમ સાથે આવું કરતા જોયા હતા. ત્યાં સુધી કે વિરોધી ટીમના ડ્રેસિંગ રુમમાં પણ આ પ્રકારની હરકત કરવામાં આવી હતી. 2011 સીઝનમાં પણ મને આ સંદર્ભે પાક્કી જાણકારી મળી હતી, તેના પછી મેં અન્ય ટીમ માલિકોને સતર્ક કર્યા હતા. હું આ પ્રકારની તમામ ઘટનાઓનો ખુલાસો ભવિષ્યમાં કોઈ ફિલ્મ અથવા ટીવી શ્રેણી દ્વારા કરીશ, જેવું મારી ટીમ નક્કી કરશે.
I remember I posted some team owner doing this to the opposing team. By doing exactly this themselves in opposing team dressing room. I even alerted the opposing team owners about this way back in 2011 season - when it happened and I got an alert with concrete proof. I will… https://t.co/jxmv84Nkwv
— Lalit Kumar Modi (@LalitKModi) April 19, 2026
આ પણ વાંચો: Muttiah Muralitharan : કલંક અને કિર્તિમાન બંને જીવ્યા, ડોક્ટરે 'તોડ' કાઢતા વિકેટો વરસી
કેવો હતો મુકાબલો?
ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદારાબાદે ચેન્નઈને 10 રનથી હરાવ્યું. 195 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈ પાવરપ્લેમાં 76 રન સુધી પહોંચી ગયું હતું. પરંતુ તેના પછી સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર્સે શાનદાર વાપસી કરી. સતત વિકેટ પડવાથી ચેન્નઈનો દાંવ ડગમગવા લાગ્યો અને આખરમાં આકરા મુકાબલા છતાં હૈદરાબાદને 10 રને જીત મળી.
સનરાઈઝર્સ હૈદરાબાદ હવે 21 એપ્રિલે પોતાના ઘરેલુ સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ સાથે ભિડાશે. તો ચેન્નઈ સુપર કિંગ્સ ગુરુવારે 23 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ થનારા મોટા મુકાબલાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: Shreyas Iyer ની ભારતીય T20I ટીમમાં પસંદગીનો માર્ગ ખુલ્યો, જાણો દિગ્ગજે શું કહ્યું


