Lionel Messi Retirement: લિયોનેલ મેસીએ ઇન્ટરનેશનલ ફૂટબોલને કહ્યું અલવિદા: એક સુવર્ણ યુગનો અંત!
Lionel Messi Retirement: અર્જેન્ટિનાના (Argentina) દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસીએ (Lionel Messi) ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વર્ષ 2022માં દેશને ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) અને 2 વખત કોપા અમેરિકા (Copa America) જીતાડનાર મેસીએ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી વિદાય લીધી. જોકે તેઓ અમેરિકન ક્લબ ઇન્ટર મિયામી માટે વર્ષ 2028 સુધી ક્લબ ફૂટબોલ રમવાનું ચાલુ રાખશે.
Advertisement
Lionel Messi Retirement: વિશ્વ ફૂટબોલ જગતના ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો વિધિવત અંત આવ્યો છે. અર્જેન્ટિના (Argentina)ના દિગ્ગજ અને સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી (Lionel Messi)એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અર્જેન્ટિનાની રાષ્ટ્રીય જર્સીમાં 2 દાયકાથી વધુ સમય સુધી મેદાન પર પોતાનો જાદુ વિખેરનાર મેસી હવે ફરી ક્યારેય પોતાની નેશનલ ટીમ (National Team) માટે રમતા જોવા મળશે નહીં.

