Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Lizelle Lee in WPL 2026 : એમ્પાયર સામે દલીલ આ ખેલાડીને મોંઘી પડી!

Lizelle Lee in WPL 2026 : WPL 2026માં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિવાદ ઊભો થયો છે. એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવી દિલ્હીની સ્ટાર બેટર લિઝેલ લીને મોંઘી પડી છે. આઉટ થવા બાદ અયોગ્ય વર્તન બદલ તેના પર 10 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યો છે.
lizelle lee in wpl 2026   એમ્પાયર સામે દલીલ આ ખેલાડીને મોંઘી પડી
Advertisement
  • Lizelle Lee in WPL 2026
  • WPL 2026 માં મેદાનમાં જ જોવા મળી નારાજગી
  • દિલ્હી કેપિટલ્સની સ્ટાર ઓપનરે નારાજગી વ્યક્ત કરી
  • આ વર્તન બદલ કરવામાં આવ્યો ભારે દંડ

Lizelle Lee in WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માં મેદાન પર રસાકસીની સાથે સાથે હવે વિવાદો પણ સામે આવવા લાગ્યા છે. મંગળવારે રાત્રે બરોડાના બીસીએ (BCA) સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં એક ઘટનાએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. દિલ્હી કેપિટલ્સની સ્ટાર ઓપનર લિઝેલ લીને અમ્પાયરના નિર્ણય પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ વિવાદ મેચની બીજી ઇનિંગ દરમિયાન 11મી ઓવરમાં સર્જાયો હતો. દિલ્હીની ટીમ લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી અને લિઝેલ લી માત્ર 28 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમીને ક્રીઝ પર સેટ હતી. મુંબઈની બોલર અમનજોત કૌરના એક બોલને લેગ સાઇડ પર ફ્લિક કરવાના પ્રયાસમાં લી પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી. આ તકનો લાભ ઉઠાવીને વિકેટકીપર રહીરા ફિરદોસે તેને સ્ટમ્પ આઉટ કરી દીધી હતી. મેદાન પરના એમ્પાયરે નિર્ણય માટે ત્રીજા એમ્પાયરની મદદ લીધી હતી. ત્રીજા એમ્પાયરે સ્ટમ્પ કેમેરા અને વિવિધ એંગલથી લાંબા સમય સુધી રિપ્લે જોયા બાદ તારણ કાઢ્યું કે જ્યારે બેલ્સ (ગિલ્લીઓ) વિખેરાઈ ત્યારે લીનું બેટ હવામાં હતું. જે કારણે તેને આઉટ જાહેર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

મેદાન પર જોવા મળી નારાજગી

લિઝેલ લી આ નિર્ણયથી બિલકુલ સંતુષ્ટ નહોતી. આઉટ થયા બાદ તેણે મેદાન પર જ એમ્પાયરો સાથે દલીલ કરી હતી અને મેદાનની બહાર જતી વખતે પણ તેની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે મેચ દરમિયાન ક્રિકેટના સાધનો પ્રત્યે અયોગ્ય વર્તન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ વર્તનને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.

ફટકારવામાં આવ્યો દંડ

WPLની આચારસંહિતા હેઠળ લિઝેલ લીને કલમ 2.2 મુજબ લેવલ-1ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી છે. પરિણામે તેને મેચ ફીના 10 ટકા દંડની સજા ફટકારવામાં આવી છે અને તેના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે. લિઝેલ લીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હોવાથી આ મામલે કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર પડી નથી.

દિલ્હી કેપિટલ્સની જીત અને પોઈન્ટ ટેબલની સ્થિતિ

જોકે, આ વિવાદ અને લિઝેલ લીના આઉટ થયા છતાં દિલ્હી કેપિટલ્સના પ્રદર્શન પર તેની કોઈ નકારાત્મક અસર પડી નહોતી. દિલ્હીએ મુંબઈ ઇન્ડિયન્સને પરાજય આપીને આ સિઝનની પોતાની બીજી જીત નોંધાવી હતી. આ જીત સાથે દિલ્હીના હવે કુલ 4 પોઈન્ટ્સ થઈ ગયા છે અને ટીમ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :  'Lady Sehwag' Shafali Verma એ રચ્યો ઇતિહાસ, જાણો શું છે ખાસ

Tags :
Advertisement

.

×