LSG vs DC : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી
- લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2025 ની 40મી મેચ
- લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ ( DC) વચ્ચે રોમાંચક મુકાબલો
- Delhi Capitals ના કેપ્ટન અક્ષર પટેલે (Axar Patel) ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી
LSG vs DC : લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants-LSG) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals-DC) વચ્ચે IPL 2025 ની 40મી મેચ રમાઈ રહી છે. આ મેચનો ટોસ DC એ જીત્યો છે. DC કેપ્ટન Akshar Patel એ ફિલ્ડીંગ કરવાનું નક્કી કર્યુ છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે લખનૌ પ્લેઓફની રેસમાં પોતાને મજબૂત બનાવા માંગે છે જ્યારે દિલ્હી પોતાનું ઉત્તમ ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
પોઈન્ટ ટેબલમાં બંને ટીમોનું સ્થાન
Lucknow Super Giants (LSG) જે હાલમાં પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે. આ સીઝનમાં છેલ્લી 5 મેચમાંથી 4 જીત સાથે, Hrishabh Pant ની આગેવાની હેઠળની આ ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. બીજી તરફ, અક્ષર પટેલની આગેવાની હેઠળ 2 જા ક્રમે રહેલી Delhi Capitals (DC) 7 માંથી 5 મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો બેટિંગ અને બોલિંગમાં સંતુલન જાળવી રહી છે. જેના લીધે આજની મેચ રોમાંચક રહેશે તેમાં કોઈ બેમત નથી.
#AxarPatel won the toss & #DC will bowl first. Here's a look at the Playing XIs! 📝
💙 LSG 👉 Unchanged!
❤ DC 👉 Dushmantha Chameera replaces Mohit Sharma!Watch the LIVE action ➡ https://t.co/nyTn7oL9yY #IPLRevengeWeek 👉 #LSGvDC | LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/JFEYPcjEOa
— Star Sports (@StarSportsIndia) April 22, 2025
આ પણ વાંચોઃ IPL 2025 Points Table : પ્લેઓફની નજીક પહોંચી GT, CSK ની હાલત સૌથી ખરાબ
LSG vs DC ના હેડ-ટુ-હેડ રેકોર્ડ્સ
LSG અને DC વચ્ચે 24 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ લખનૌના 210 રનના લક્ષ્યાંકને 9 વિકેટ ગુમાવીને 19.3 ઓવરમાં પ્રાપ્ત કર્યો હતો. જેમાં આશુતોષ શર્માની અણનમ અડધી સદીની ઈનિંગ મહત્વપૂર્ણ હતી. આ વખતે લખનૌ પોતાના ઘરઆંગણે તે હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.
Delhi Capitals પ્લેઈંગ ઈલેવન
અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંતા ચમીરા, મુકેશ કુમાર.
Lucknow Super Giants પ્લેઈંગ ઈલેવન
રિષભ પંત, એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને પ્રિન્સ યાદવ.
આ પણ વાંચોઃ KKR vs GT : ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રને હરાવ્યું