Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LSG VS PBKS : લખનૌના આંગણે આજે PBKS સામે ટક્કર લેશે LSG

IPL હવે દિવસેને દિવસે વધુ રોમાંચક બનતી જાય છે. આજરોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS)  લખનૌના એકાના સ્પોર્ટ્સ સિટી ખાતે ટકરાશે. IPL 2024 માં LSG ની આ બીજી મેચ હશે જ્યારે PBKS તેની ત્રીજી મેચ રમશે.બંને ટીમો...
lsg vs pbks   લખનૌના આંગણે આજે pbks સામે ટક્કર લેશે lsg
Advertisement

IPL હવે દિવસેને દિવસે વધુ રોમાંચક બનતી જાય છે. આજરોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS)  લખનૌના એકાના સ્પોર્ટ્સ સિટી ખાતે ટકરાશે. IPL 2024 માં LSG ની આ બીજી મેચ હશે જ્યારે PBKS તેની ત્રીજી મેચ રમશે.બંને ટીમો આ વર્ષે પ્રથમ વખત એકબીજા સાથે ટકરાશે. જોકે, હાલમાં પોઈન્ટ ટેબલમાં બંને ટીમની હાલત ખરાબ છે. પંજાબની ટીમે એક મેચ જીતી છે, પરંતુ લખનૌનું ખાતું ખોલવાનું બાકી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પહેલી વાર લખનૌમાં મેચ રમાવવા જઈ રહી છે.

લખનૌમાં રમાશે IPL 2024 ની પ્રથમ મેચ

Advertisement

આ મેચની સૌથી ખાસ એ છે કે, આજરોજ આઇપીએલ 2024 ની  લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવવા જઈ રહી છે. આ સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં LSG સાથે PBKS ટક્કર લેવા આવી રહી છે. પંજાબ કિંગ્સે તેમની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને તેમના ઘર એટલે કે મોહાલીમાં હરાવ્યું હતું અને બે પોઈન્ટ મેળવ્યા હતા. એલએસજીની વાત કરીએ તો તેને જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની પ્રથમ મેચ રમવાની હતી. ત્યાં તેનો પરાજય થયો હતો.

Advertisement

PITCH REPORT ( LSG VS PBKS )

લખનૌની આ એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ આમતો અત્યાર સુધી બેટ્સમેન માટે મદદરૂપ સાબિત થઈ છે, પરંતુ આ પિચ ઉપર સ્પિનરનો પણ દબદબો રહ્યો છે. જો કે, આ વર્ષની IPLની પ્રથમ મેચ અહીં યોજાવાની છે, તેથી નવી પિચ કેવી રીતે બને છે અને કોના માટે વધુ ફાયદાકારક રહેશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ એ વાત લગભગ નિશ્ચિત છે કે અહીં ઓછી સ્કોરિંગ મેચ ન પણ બની શકે. જો અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો પહેલા બેટિંગ કરનાર ટીમે 60 ટકા મેચો જીતી છે અને બાદમાં બેટિંગ કરનાર ટીમે 40 ટકા મેચો જીતી છે.

LSG PROBABLE PLAYING XI : કે.એલ રાહુલ (c), ક્વિન્ટન ડી કોક, દેવદત્ત પડિકલ, નિકોલસ પૂરન, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસીન ખાન, યશ ઠાકુર

PBKS PROBABLE PLAYING XI : શિખર ધવન (C), જેએમ બેરસ્ટો, એસએમ કુરન, જેએમ શર્મા (wk), એલએસ લિવિંગસ્ટોન, શશાંક સિંઘ, હરપ્રીત બ્રાર, એચવી પટેલ, કે રબાડા, અર્શદીપ સિંહ, આરડી ચહર

આ પણ વાંચો : RCB vs KKR : KKR એ RCB ને 7 વિકેટે હરાવ્યું, વિરાટ પર ભારે પડ્યો વેંકટેશ

Tags :
Advertisement

.

×