LSG vs RR Score: રાજસ્થાને લખનનૌને જીતવા માટે 160 રનનો આપ્યો ટાર્ગેટ
- રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા (LSG vs RR Score)
- રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 29 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું
- લખનૌના શમી, મોહસીન અને પ્રિન્સ યાદવે ૨-૨ વિકેટ ઝડપી
- યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ સસ્તામાં આઉટ થતા શરૂઆત બગડી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઈ રહેલી મેચમાં લખનૌના બોલરોએ મેદાન માર્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા છે. હવે લખનૌને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે.
LSG vs RR Score: રાજસ્થાનની ખરાબ શરૂઆત
રાજસ્થાન રોયલ્સની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ત્રીજી ઓવર સુધીમાં ટીમે બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. સલામી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) 22 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે ધ્રુવ જુરેલ (Dhruv Jurel) શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. મુશ્કેલ સમયમાં રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) 29 બોલમાં 43 રનની લડાયક ઇનિંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
Indian Premier League 2026 | Rajasthan Royals 159-6 in 20 overs in the first innings against Lucknow Super Giants
(Photos: ANI Picture Service) pic.twitter.com/Ogfd3KMCb3
— ANI (@ANI) April 22, 2026
લખનૌના ઝડપી બોલરોનો દબદબો
લખનૌ તરફથી અનુભવી મોહમ્મદ શમી (Mohammed Shami), મોહસીન ખાન (Mohsin Khan) અને યુવા પ્રિન્સ યાદવે (Prince Yadav) શાનદાર બોલિંગ કરી હતી. આ ત્રણેય બોલરોએ 2-2 વિકેટ ઝડપીને રાજસ્થાનના બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. રાજસ્થાનના અન્ય બેટ્સમેનોમાં રિયાન પરાગ (Riyan Parag) 20 રન અને શિમરોન હેટમાયર (Shimron Hetmyer) 22 રન બનાવી શક્યા હતા. અંતમાં શુભમ દુબેએ ૧૯ રનનું અણનમ યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: લાખોના જૂતા કાપીને કેમ રમે છે ફાસ્ટ બોલરો? Jofra Archer ના વીડિયોએ ફેલાવી સનસનાટી!


