T20 World Cup Controversy: ભારતને નીચું દેખાડવા પાકિસ્તાન અને બાંગ્લાદેશની મિલીભગત? જાણો દિગ્ગજ ખેલાડીએ શું કહ્યું
- ભારતમાં સુરક્ષાના બહાને બાંગ્લાદેશનો T20 વર્લ્ડ કપમાં રમવાનો ઇનકાર (T20 World Cup Controversy )
- ICC એ બાંગ્લાદેશની મેચો ભારત બહાર ખસેડવાની વિનંતી ફગાવી દીધી
- મદન લાલે બાંગ્લાદેશના નિર્ણયને ભારતને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું
ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના પૂર્વ ખેલાડી મદન લાલે (Madan Lal) આગામી T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ને લઈને એક ખળભળાટ મચાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન (Pakistan) ભારતની છબી ખરડવા માટે બાંગ્લાદેશને (Bangladesh) ઉશ્કેરી રહ્યું છે. મદન લાલના મતે, આ બંને દેશો ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન પહોંચાડવા માટે મેલી રમત રમી રહ્યા છે.
T20 World Cup Controversy: બાંગ્લાદેશનો ભારત પ્રવાસનો ઇનકાર
નોંધનીય છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB - Bangladesh Cricket Board) ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ભારત નહીં મોકલે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આગળ ધરીને પોતાની મેચો ભારત બહાર યોજવાની માંગ કરી હતી, જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
#WATCH | दिल्ली: बांग्लादेश के भारत में T20 वर्ल्ड कप के मैच न खेलने पर, पूर्व भारतीय क्रिकेटर मदन लाल ने कहा, "यह कहना बिल्कुल गलत है कि भारत सुरक्षित नहीं है। भारत सबसे सुरक्षित देश है। उन्होंने जो फैसला लिया है, वह क्रिकेट और उनके देश के लिए अच्छा नहीं है। भारत एक पावरहाउस है।… pic.twitter.com/jTA32V97fN
— ANI_HindiNews (@AHindinews) January 22, 2026
મદન લાલનો બાંગ્લાદેશ પર પ્રહાર
એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં મદન લાલે બાંગ્લાદેશના આ નિર્ણયને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "બાંગ્લાદેશ કોલકાતા અને મુંબઈમાં રમવાનું હતું, જે ભારતના સૌથી સુરક્ષિત શહેરો છે. આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને કોઈ ફરક પડવાનો નથી, પરંતુ બાંગ્લાદેશને મોટું આર્થિક નુકસાન થશે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ રમત પાછળ સંપૂર્ણપણે રાજનીતિ જવાબદાર છે.
સ્કોટલેન્ડને મળી શકે છે તક
જો બાંગ્લાદેશ સત્તાવાર રીતે આ મહાકુંભમાંથી બહાર નીકળી જાય છે, તો તેમના સ્થાને સ્કોટલેન્ડની (Scotland) ટીમને સ્થાન આપવામાં આવી શકે છે. બાંગ્લાદેશને વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઈટાલી અને નેપાળના ગ્રુપમાં રાખવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આ વિવાદથી લાંબા ગાળે બાંગ્લાદેશ ક્રિકેટનું પતન થઈ શકે છે.
આ પણ વાંચો : Bangladesh T20 World Cup Boycott : T20 વર્લ્ડ કપ નહીં રમે બાંગ્લાદેશ, ભારત સામે વિરોધ


