ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિરાટ કોહલીના નવા વિક્રમ ઉપર માસ્ટર સચિને આપી પોતાની પ્રતિક્રિયા, વાંચો અહેવાલ

વિરાટ કોહલી 50 ODI સદી ફટકારનાર ક્રિકેટના ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે. બુધવારે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઈનલ દરમિયાન તેણે પોતાના આદર્શ અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. તેંડુલકર જે આ  મેચ દરમિયાન પણ હાજર...
07:38 PM Nov 15, 2023 IST | Harsh Bhatt
વિરાટ કોહલી 50 ODI સદી ફટકારનાર ક્રિકેટના ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે. બુધવારે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઈનલ દરમિયાન તેણે પોતાના આદર્શ અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. તેંડુલકર જે આ  મેચ દરમિયાન પણ હાજર...

વિરાટ કોહલી 50 ODI સદી ફટકારનાર ક્રિકેટના ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે. બુધવારે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઈનલ દરમિયાન તેણે પોતાના આદર્શ અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. તેંડુલકર જે આ  મેચ દરમિયાન પણ હાજર હતો, તેણે હવે કોહલીના નવા રેકોર્ડ પર પ્રતિક્રિયા આપી છે.

'હું આનાથી વધુ ખુશ ન હોઈ શકું કે એક ભારતીયે મારો રેકોર્ડ તોડ્યો' - સચિન તેંડુલકર 

તેંડુલકરે ટ્વીટર પર લખ્યું કે - "જ્યારે હું તેણે ( વિરાટ કોહલી )   ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહેલીવાર  મળ્યો હતો, ત્યારે અન્ય સાથી ખેલાડીઓએ મારા પગને સ્પર્શ કરવા માટે તમારી મજાક કરી હતી. તે દિવસે હું મારુ હસવાનું રોકી શક્યો નહીં. પરંતુ ટૂંક સમયમાં, તમે તમારા જુસ્સા અને કુશળતાથી મારા હૃદયને સ્પર્શી ગયા. હું ખૂબ જ ખુશ છું કે તે યુવાન છોકરો મોટો થઈને 'વિરાટ' ખેલાડી બની ગયો છે.  હું આનાથી વધુ ખુશ ન હોઈ શકું કે એક ભારતીયે મારો રેકોર્ડ તોડ્યો, અને તે પણ સૌથી મોટા સ્ટેજ પર - વર્લ્ડ કપ સેમિફાઈનલમાં અને એ પણ મારા હોમ ગ્રાઉન્ડ પર."

જ્યારે માસ્ટર સચિને વિરાટની આ પારીને તાળીઓથી બિરદાવી 

વિરાટ કોહલીએ જ્યારે વાનખેડેના ઐતિહાસિક સ્ટેડિયમમાં આ વિક્રમ સર્જ્યો તે સમયે સચિન પણ મેદાનમાં હાજર હતો. વિરાટ કોહલીએ જ્યારે શતક પૂરી કરી ત્યારે માસ્ટર સચિન ઊભા થઈ ગયા હતા અને વિરાટની શાનદાર પારીને બિરદાવી હતી.

આ પણ વાંચો -- ODI ક્રિકેટનો બાદશાહ બન્યો કિંગ કોહલી, એક જ મેચમાં આ ત્રણ મોટા રેકોર્ડ કર્યા ધ્વંસ

Tags :
ICCsachin tendulkarTournamentVirat Kohliworld cup 2023
Next Article