Cricket Rules Change : હવે બાઉન્ડ્રી પર હવામાં ઉડીને કેચ નહીં પકડાય! MCC નો નવો નિયમ
- ક્રિકેટના 73 નિયમોમાં મોટા ફેરફાર!
- MCC દ્વારા નવા કોડ લોજમાં ધરખમ બદલાવ
- બાઉન્ડ્રી કેચમાં હવે 'હવામાં' ઉડવું નહીં ચાલે
- છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો પણ રમત ચાલુ રહેશે
- મેચ જીત્યા બાદ પણ ખેલાડીને સજા થઈ શકશે
Cricket Rules Change : ક્રિકેટ (Cricket) ની રમત હવે વધુ રોમાંચક અને ટેકનિકલ બનવા જઈ રહી છે. ક્રિકેટના નિયમો બનાવતી સર્વોચ્ચ સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) (Marylebone Cricket Club) દ્વારા 2017 કોડ લોજ અંતર્ગત નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. કુલ 73 જેટલા નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે, જે બેટિંગ (Batting) અને ફિલ્ડિંગ (Fielding) બંને પક્ષો પર અસર કરશે. MCC નું માનવું છે કે આધુનિક ક્રિકેટની માંગ મુજબ આ ફેરફારો જરૂરી હતા.
Cricket Rules Change : છેલ્લી ઓવર અને બાઉન્ડ્રી કેચના નવા નિયમો
નવા નિયમો મુજબ, હવે ટેસ્ટ મેચ (Test Match) ના કોઈ સેશન કે દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો રમત ત્યાં જ અટકશે નહીં. નવા બેટ્સમેને મેદાન પર આવવું પડશે અને ઓવર પૂરી કરવી પડશે. આ ઉપરાંત, બાઉન્ડ્રી લાઈન પરના કેચ (Boundary Catch) માં મોટો બદલાવ આવ્યો છે. હવે ફિલ્ડર 'બની હોપ' સ્ટાઈલમાં એટલે કે હવામાં કૂદીને કેચ પકડીને બહાર જઈ શકશે નહીં. કેચ પકડ્યા બાદ તેનું લેન્ડિંગ બાઉન્ડ્રીની અંદર જ થવું ફરજિયાત છે. જો શરીરનો કોઈ ભાગ લાઈન બહાર અડકશે તો તે ચોગ્ગો ગણાશે.
🚨BIG UPDATE MCG ANNOUNCED NEW CRICKET RULES.🚨
Main changes:
• The last over of the day must be completed, even if a wicket falls.
• Boundary catches rule changed – fielders can touch the ball only once in the air after jumping from outside the boundary.
• Bat and ball… pic.twitter.com/Z4XXSPb8ox
— Sam (@Cricsam01) February 4, 2026
ડેડ બોલ અને ઓવરથ્રોની સ્પષ્ટતા
ડેડ બોલ (Dead Ball) અંગેના નિયમમાં પણ ફેરફાર છે. હવે બોલને ડેડ જાહેર કરવા માટે તે બોલર કે કીપરના હાથમાં હોવો જરૂરી નથી. જો બોલ ફિલ્ડરના હાથમાં સ્થિર હોય તો પણ અમ્પાયર તેને ડેડ જાહેર કરી શકે છે. જ્યારે ઓવરથ્રો (Overthrow) માં જો ફિલ્ડર રન આઉટ કરવા સ્ટમ્પ પર બોલ મારે અને બોલ દૂર જાય તો જ તે ઓવરથ્રો ગણાશે, સાધારણ મિસફિલ્ડને ઓવરથ્રો ગણવામાં આવશે નહીં.
શિસ્તભંગ અને અન્ય મહત્વના ફેરફારો
ખેલાડીઓના વર્તન પર લગામ લગાવવા કડક નિયમ બનાવાયો છે. જો મેચ જીત્યા બાદ પણ કોઈ ખેલાડી મેદાન પર ગેરવર્તણૂક કે શિસ્તભંગ (Indiscipline) કરે, તો અમ્પાયર તેને સજા આપી શકે છે અને પરિણામ પણ બદલી શકાય છે. આ ઉપરાંત, સીનિયર ક્રિકેટમાં હવે લેમિનેટેડ બેટ (Laminated Bat) ના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. વિકેટકીપરના ગ્લોવ્સ બોલ છૂટ્યા બાદ સ્ટમ્પની પાછળ હોવા ફરજિયાત છે. જો બેટ્સમેન જાણીજોઈને શોર્ટ રન (Short Run) દોડે તો તે રન ગણાશે નહીં અને સ્ટ્રાઈક કોણ લેશે તે નિર્ણય ફિલ્ડિંગ કેપ્ટન કરશે.
આ પણ વાંચો : ધોનીની ભવિષ્યવાણી! T20 વર્લ્ડ કપ માટે માહીએ કહી દીધું, "આ ટીમને કોઈ નહીં હરાવી શકે"


