Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MI vs CSK: મુંબઈ ઈન્ડિયન્સની 9 વિકેટે જીત, હાર્દિક પંડ્યાની સ્ટ્રેટેજી સકસેસફુલ રહી

આજે IPL 2025 માં 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) મુંબઈ ઈન્ડિયન્સને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે મુંબઈ ઈન્ડિયન્સે સરળતાથી ચેઝ કરી લીધો છે.
mi vs csk  મુંબઈ ઈન્ડિયન્સની 9 વિકેટે જીત  હાર્દિક પંડ્યાની સ્ટ્રેટેજી સકસેસફુલ રહી
Advertisement
  • આજે IPL 2025 ની 38મી મેચ, MI vs CSK
  • MI એ CSKને 9 વિકેટે કચડ્યું
  • MI એ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી

MI vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં આજે 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) મુંબઈ ઈન્ડિયન્સને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે મુંબઈ ઈન્ડિયન્સે 15.4 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો છે.

રોહિત શર્મા (Rohit Sharma)ની તોફાની ફિફ્ટી

રોહિત શર્મા (Rohit Sharma)ની તોફાની ફિફ્ટી અને સૂર્યકુમાર યાદવની શક્તિશાળી બેટિંગથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની 8 મેચમાંથી આ 4થી જીત છે. જ્યારે CSK આ સિઝનમાં તેની 6ઠ્ઠી મેચ હારી ગયું છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું.

Advertisement

CSKની 6ઠ્ઠી હાર

વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, CSK ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 176 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈની ટીમે માત્ર 15.4 ઓવરમાં 177 રન બનાવીને મેચ જીતી લીધી. આ સિઝનમાં મુંબઈની 8 મેચમાં આ 4થી જીત છે. જ્યારે CSK ને આ સિઝનમાં 6ઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

Mumbai Indians 4 મેચ જીતી

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા(Hardik Pandya)ના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે તેના ઘરઆંગણે તેના કટ્ટર હરીફ CSK સામે ટકરાઈ હતી. IPL 2025 માં ખરાબ શરૂઆત બાદ, Mumbai Indians એ છેલ્લી 2 મેચ જીતીને શાનદાર વાપસી કરી છે. આ સિઝનમાં MI ટીમે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં હાર અને માત્ર 4 મેચમાં જીત મેળવી છે.

આ પણ વાંચોઃ MI vs CSK: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના 3 વિકેટે 64 રન

Chennai Super Kings માત્ર 2 મેચ જીતી

ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) આ સિઝનમાં તેમના ચાહકોને ખૂબ નિરાશ કર્યા છે. એમએસ ધોનીની આગેવાની હેઠળની આ ટીમે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. જેમાંથી 6 મેચમાં હાર અને માત્ર 2 મેચમાં જીત મેળવી છે. CSK એ MI ને હરાવીને સિઝનની ધમાકેદાર શરૂઆત કરી. પરંતુ આ પછી, તેમને સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જોકે, લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તેમની છેલ્લી મેચમાં, તેઓએ 5 વિકેટથી જીત મેળવી હતી.

MI vs CSK હેડ ટુ હેડ રેકોર્ડ્સ

મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં અત્યાર સુધી 39 મેચોમાં એકબીજા સામે ટકરાઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 21 વખત જીત્યું છે. જ્યારે CSK એ 18 મેચ જીતી છે. આજે બંને ટીમો વચ્ચે એક મહા મુકાબલો થયો હતો.

આ પણ વાંચોઃ  PBKS vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીના અણનમ 73 રન

Tags :
Advertisement

.

×