ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MI Vs KKR: કોણ છે અશ્વિની કુમાર? ડેબ્યૂ મેચમાં જ મચાવી ધૂમ

યુવા ખેલાડી અશ્વિનીએ IPL માં પોતાનું ડેબ્યૂ કર્યું પોતાના ડેબ્યૂના પહેલા બોલ પર જ ધૂમ મચાવી અશ્વિની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો   MI Vs KKR : IPL 2025 માં હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (MI...
09:37 PM Mar 31, 2025 IST | Hiren Dave
યુવા ખેલાડી અશ્વિનીએ IPL માં પોતાનું ડેબ્યૂ કર્યું પોતાના ડેબ્યૂના પહેલા બોલ પર જ ધૂમ મચાવી અશ્વિની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો   MI Vs KKR : IPL 2025 માં હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (MI...
Ashwani Kumar

 

MI Vs KKR : IPL 2025 માં હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (MI Vs KKR)વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેને પ્લેઇંગ ઇલેવનમાં અશ્વિની કુમારને તક આપી.આ સાથે, 23 વર્ષીય યુવા ખેલાડી અશ્વિનીએ IPL માં પોતાનું ડેબ્યૂ કર્યું અને તેને પોતાના ડેબ્યૂના પહેલા બોલ પર જ ધૂમ મચાવી દીધી છે.

અજિંક્ય રહાણેની લીધી વિકેટ

અશ્વિની કુમારે પોતાના આઈપીએલ કારકિર્દીનો પહેલો બોલ અજિંક્ય રહાણેને ફેંક્યો અને રહાણેએ છેલ્લી ઘડીએ પોતાનું બેટ સ્વિંગ કર્યું. આ પછી તિલક વર્માએ કેચ પકડ્યો અને રહાણેને પેવેલિયન પરત ફરવું પડ્યું. આ રીતે અશ્વિનીએ તેના આઈપીએલ ડેબ્યૂના પહેલા જ બોલ પર વિકેટ લીધી. તે IPLમાં આવું કરનાર કુલ 10મો બોલર બન્યો. તે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)માટે IPL ડેબ્યૂના પહેલા બોલ પર વિકેટ લેનાર કુલ ત્રીજો બોલર બન્યો છે. તેના પહેલા અલઝારી જોસેફ અને અલી મુર્તઝા આ કરી ચૂક્યા છે.

 

30 લાખ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયો

IPL 2025 મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અશ્વિની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા તે પંજાબ કિંગ્સ ટીમનો પણ ભાગ હતો, પરંતુ પછી તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહીં. પરંતુ આ સિઝનમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી અને તેને પહેલા જ બોલથી પોતાનું ટેલેન્ટ બતાવ્યું.

આ પણ  વાંચો -ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી..! RR સામે હાર બાદ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો Dhoni

શેર-એ પંજાબ T20 ટુર્નામેન્ટમાં બતાવી પોતાની તાકાત

અશ્વિની કુમારનો જન્મ 29 ઓગસ્ટ 2001 ના રોજ પંજાબના મોહાલીમાં થયો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. શેર-એ-પંજાબ T20 ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતવામાં સફળ રહ્યો. તેને અત્યાર સુધીમાં 2 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3 વિકેટ લીધી છે. તેને 4 લિસ્ટ-એ મેચોમાં 3 વિકેટ લીધી છે. આ સિઝનમાં મુંબઈએ જેમને પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપી છે તેમાં અશ્વિની પહેલી ખેલાડી નથી. અગાઉ મુંબઈ દ્વારા વિગ્નેશ પુથુર અને સત્યનારાયણ રાજુને પણ તક આપવામાં આવી હતી.

આ પણ  વાંચો -RR vs CSK: રાજસ્થાનની 'રોયલ' જીત, ભારે રસાકસીના અંતે ચેન્નાઇ હાર્યું

KKR સામેની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સનો પ્લેઈંગ ઈલેવન

રિયાન રિકેલ્ટન, વિલ જેક્સ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.

 

Tags :
Ajinkya RahaneAndre RussellAngkrish RaghuvanshiAshwani KumarDeepak ChaharGujarat FirstHardik PandyaHARSHIT RANAHiren daveIPL 2025ipl liveIPL Live ScoreKolkata Knight RidersMI vs KKRmi vs kkr key playersmi vs kkr live cricket scoreMI vs KKR live scoreMI vs KKR live updatesmi vs kkr matchmi vs kkr match detailsmi vs kkr scoreboardMitchell SantnerMumbai Indiansmumbai vs kolkatamumbai vs kolkata score live scoreNaman DhirQuinton De KockRamandeep Singhrinku singhrohit sharmaryan rickeltonSpencer JohnsonSunil NarineSuryakumar YadavTilak VarmaTRENT BOULTVarun ChakaravarthyVenkatesh IyerVignesh Puthurwill jacks
Next Article